Wednesday, January 27, 2016

Kerala Visit

I recently visited Kerala, a state on India's tropical Malabar Coast.It's known for its palm-lined beaches and its backwaters, a network of canals popular for cruises. Its many upscale seaside resorts include specialists in Ayurvedic treatments. Inland are the Western Ghats, a mountain range whose slopes support tea, coffee and spice plantations as well as abundant native wildlife.

I have captured many images and made a video of it. Please watch below:



Saturday, January 16, 2016

Best Alternative for Filestream.me : Seedr

DO you like to download torrent file anonymously? If you don't have software on your computer than many users uses online site which seeds file online and then provides download link to download torrent file. Advantage of this method is that you don't have to install any software on your computer.

Also this method provides higher speed download and unblocks torrent if your company or school WiFi doesn't allows it.

Now of course you want to know which website provides this service right? Answer is many.

But most of them are not free. they gives you free account but restrictions like you can't download files more then 100 mb or low speed, etc. But among them I found Seedr site is very good it is free for about 2 gb file size and also provides option for online streaming so you don't have to download the file and you can watch online them like YouTube.

Website URL is : https://www.seedr.cc/
You

So why wait? Open the website, create account and download torrent file anonymously.....

Saturday, March 14, 2015

Must Have Books for a Mechanical Engineering student

Hello friends,

Currently I am studying B.E,(mech) in 3rd year from GTU University. If you are also a Mechanical engineering  student than I want to suggest you few books so that your concepts and knowledge in various important topics become clear. I can suggest you because I had done research in this  and took advises from experienced faculties. May be you are using local publisher books but that can only help you for passing the subject but if you are interested  to gain knowledge rather than only passing the subject then you should referred my list and at least read them. These can also help you to crack GATE and many other competitive exams.

*Books:

1. An Introduction to the Mechanics of Solid by Stephen H Crandall

2.Design of Machine Elements by V. Bhandari, Tata McGraw Hill Publishing Co.

3.Theory of Machines by Rattan S.S,Tata McGraw Hill Publishing  Co.

4.Workshop Technology Vol. I & II by Hajra & Choudhari

5.Fluid Mechanics and Hydraulic Machines by R.K. Bansal, Laxmi Prakashan

6.Engineering Thermodynamics by P.K. Nag, Tata McGraw-Hill , New Delhi

7.Heat & Mass Transfer by D.S.Kumar,S.K. Kataria & Sons

8.Dynamics Of Machines by F. Haidery , Nirali Prakashan, Pune

9.Automobile Technology by Dr. N.K.Giri, Khanna Pub

10.Operation Research – P.K. Gupta & D.S. Hira, S.Chand & Company Ltd, New Delhi


*Some Extra Books: 

1.Dictionary of Mechanical Engineering by Daniel Ford

2.Industrial Engineering and Production Management – By M. Mahajan, Dhanpat
Rai & Co.


Wanna Buy any of this book I am sharing links with you. see Below.



Tuesday, February 17, 2015

Gujarati Jokes

પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ-ગોરો, બાળકો નથી.)
**********
એક રિક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કા ઈન્તેજાર….’
અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી. એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ  ઝૂમ કે !’
**********
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો. બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન મંગાવો…..’
કનુ કડકો કહે : ‘એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ન હોત ?’
**********
ઈન્ટરવ્યૂ લેનાર : ‘તારું ક્વૉલિફિકેશન શું છે ?’
બન્તા : ‘હું પી.એચ.ડી. છું.’
ઈન્ટરવ્યૂ લેનાર : ‘કારકુન ની નોકરી માટે પીએચડી ?’
બન્તા : ‘હા, પાસ્ડ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી !’
**********
સ્કૂલમાં આગ લાગી ગઈ.
આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
પણ એક છોકરો ઉદાસ હતો.
બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
**********
સન્તા : ‘યાર બન્તા, યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?’
બન્તા : ‘ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈં.’
સન્તા : ‘તબ તો બડી ગલતી હો ગઈ.’
બન્તા : ‘ક્યા હુઆ ?’
સન્તા : ‘મૈં તો ટેલર કો દે આયા !’
**********
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
**********
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું લાગેલું હતું :
‘પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું !’
**********
એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે. ટ્રેન દૂરથી આવી રહી છે. પોતે હજી પાટાથી ઘણો દૂર છે. એ ફટાફટ ગણતરી કરવા માંડે છે….
વી (ટ્રેનની સ્પીડ) = 100 કિમિ.
ડી (ડિસ્ટન્સ) = 1 કિ.મી.
ડબ્લ્યુ (વજન) = 65 કેજી.
આઈ (ઈમ્પેક્ટ) = 1000 ટન.
હવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર ટ્રેનના એન્જિન આગળ પહોંચી શકું ? ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ?… એ રૂમ તરફ પાછો દોડ્યો !
**********
બે મિત્રો સંગીતનો કાર્યક્રમ માણવા ગયેલા, થોડીવાર પછી એક મિત્રે બીજાને કોણી મારીને કહ્યું, ‘જો ને ! પેલો પહેલી હરોળમાં બેઠો છે તે કેવો ઊંઘે છે ! એને સંગીતમાં સમજણ ન પડતી હોય તો અહીં શું કામ આવ્યો હશે ?’
બીજા મિત્રે કહ્યું, ‘અરે ! બુદ્ધુ ! આટલી વાત કરવા માટે તે મારી ઊંઘ બગાડી !’
**********
પતિ : તારા વિના હું એકલો રહી શકતો નથી.
પત્ની : એટલે તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને વિધુર બનાવવાને બદલે મને વિધવા બનાવે.
**********
શાંતાબહેન પિયર ગયા હતા. શાંતિલાલના અનેક પત્રો છતાં પાછા આવવામાં વિલંબ કરતા હતા.
છેવટે શાંતિલાલે એક યુક્તિ કરી. તેણે શાંતાબહેનને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે, ‘સામેવાળા સરલાબહેન મારું બહુ ધ્યાન રાખે છે. રોજ ગરમ રસોઈ જમાડે છે અને જે કાંઈ જોઈતું હોય તે આપી જાય છે.’
ટપાલ મળતાં જ શાંતાબહેન ઘેર આવવા રવાના થયા.
**********
પત્ની (પતિને ઉત્સાહથી) : હું બ્યૂટીપાર્લરમાં જઈને આવી !
પતિ : કેમ, પાર્લર બંધ હતું !
**********
પપ્પા : બેટા, કંઈ વાંધો નહીં. તારી કિસ્મતમાં નાપાસ થવાનું લખ્યું હશે.
પિન્ટુ : પાપા, એ તો સારું થયું કે હું આખું વર્ષ ભણ્યો નહીં, નહિ તો બધી મહેનત નકામી જાત.
**********
ટીના : પપ્પા, જીભને કેટલા પગ હોય ?
પપ્પા : એક પણ નહિ.
ટીના : તો મમ્મી મને એમ કેમ કહે છે કે ટીના તારી જીભ બહુ ચાલે છે.
**********
હું તને પાંચ છ વાર કહી ચૂક્યો છું, પરંતુ તે જે રકમ ઉધાર લીધી છે, તે હજી સુધી પાછી નથી આપી.’
‘તે પણ દસ-બાર વાર માગ્યા પછી જ ઉધાર આપ્યા હતા ને.’
**********
શેઠાણી : અરે ! ગાંડી આટલી બધી વાર ક્યાં કરી ?
નોકરાણી : શેઠાણી ! હું સીડીઓ ઉપરથી પડી ગઈ હતી એટલે.
શેઠાની : તો શું પડવામાં આટલી બધી વાર લાગે ?
**********
મનિયો પરીક્ષાખંડના દરવાજે બેસી પરીક્ષા આપતો હતો. સુપરવાઈઝર ફરતાં ફરતાં મનિયાના પરીક્ષાખંડ પાસે આવ્યા.
મનિયાને દરવાજા પાસે બેઠેલો જોઈ પૂછ્યું, “મનિયા, તું અહીં દરવાજા પાસે બેસીને શા માટે પરીક્ષા આપે છે ?”
“સાહેબ, આ મારી એન્ટ્રન્સ એક્ઝામ છે.”
**********
એક સ્ત્રી કાછિયાને કહેતા હતી : જો શાકભાજી ખરાબ નીકળશે તો રાંધેલાં પાછાં લાવીશ.
કાછિયાએ જણાવ્યું : તો પછી એમ કરજો. સાથે બેચાર રોટલીઓ પણ લેતાં આવજો.
**********
શિક્ષક : તારે કેટલી આંગળી છે ?
વિદ્યાર્થી : દશ.
શિક્ષક : શાબાશ, આ દશમાંથી ચાર આંગળીઓ જતી રહે તો તારી પાસે શું રહેશે ?
વિદ્યાર્થી : તો સર મારે હોમવર્ક કરવાનું રહેશે નહિ !
**********
મગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે ?’
છગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં ?’
મગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે ?’
છગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’
મગન : ‘કેમ ?’
છગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ ?’
**********
પત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’
પત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે ?’
પતિ : ‘સહન શક્તિ.’
**********
સુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’
પંડિત : ‘એ દેવોની ભાષા છે.’
સુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ‘ને નરકમાં ગયો તો ?’
સુરતી : ‘તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !’
**********
માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’
થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
**********
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
**********
ડૉક્ટરે હ્રદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા, ‘હવે હું તમને કાલે જોઈશ.’
ચુનીલાલ, ‘તમે તો મને કાલે જોશો પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહીં ?’
**********
મોન્ટુ પહેલી વાર વિમાનમાં બેઠો હતો.
વિમાન રન-વે પર દોડી રહ્યું હતું. મોન્ટુને ગુસ્સો આવ્યો એટલે એ પાયલોટ પાસે ગયો અને કહ્યું,
‘એક તો પહેલેથી જ મોડું થયું છે અને હવે તમે બાય રોડ લઈ જાઓ છો !'
**********
બારમા ધોરણમાં નાપાસ થયેલા નયનેશે એના પપ્પાને કહ્યું, ‘ખરાબ અક્ષરો નડ્યા, નહિતર હું પાસ થઈ જાત.’
‘પણ તારા અક્ષર તો ખૂબ જ સારા છે ને !’ પપ્પાએ કહ્યું.
‘તમે ગોઠવેલો જે માણસ મને કાપલીઓ દેવા આવતો હતો એના અક્ષર બહુ ખરાબ હતા.’
**********
ડોક્ટર, ‘તમારી કિડની ફેઈલ થઈ ગઈ છે.’
મોન્ટુ, ‘શું મજાક કરો છો… મારી કિડની તો ક્યારેય સ્કૂલે ગઈ જ નથી.’
**********
શિક્ષક : ‘વિટામીન ‘સી’ સૌથી વધારે કઈ ચીજમાં હોય છે ?’
બાળક : ‘મરચામાં.’
શિક્ષક : ‘એ કઈ રીતે ?’
બાળક : ‘મરચાં ખાવાની સાથે જ બધા સી-સી કરવા માંડે છે.’
**********
છોકરો : ‘વ્હાલી, તારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લાં છે.’
છોકરી : ‘સેન્ડલ કાઢું કે….’
છોકરો : ‘કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે !’
**********
એક સુંદર યુવતી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. તેને જોઈને એક નવયુવાન બોલ્યો :
‘ચાંદ તો રાત્રે નીકળે છે, આજે દિવસે કેમ નીકળ્યો ?’
યુવતી બહુ હાજરજવાબી હતી. તે બોલી : ‘અરે ઘુવડ તો રાત્રે બોલે છે, આજે દિવસે કેમ બોલ્યું ?’
**********
મોડી રાત્રે એક વ્યક્તિ સુમસામ સડક પર જઈ રહ્યો હતો. રસ્તામાં તેને બે માણસો મળ્યાં.
એક બોલ્યો : ‘સાહેબ, તમે પચાસ પૈસાનો એક સિક્કો આપશો ?’
પેલાએ કહ્યું : ‘જરૂર આપીશ. પરંતુ તમે તે સિક્કાનું શું કરશો ?’
પેલા માણસે જણાવ્યું : ‘અમે બંને મિત્રો છીએ. આથી ટોસ કરીને અમારે જાણવું છે કે કોણ તમારી ઘડિયાળ લેશે અને કોણ પૈસા !’
**********
ફિલ્મ નિર્માતાએ એક ફિલ્મ બનાવી. તેનું નામ રાખ્યું :
‘અલીબાબા અને વીસ ચોર’
ઉદઘાટનના સમયે કોઈકે નિર્માતાને પૂછ્યું કે :
‘ભાઈ, અમે તો એમ સાંભળ્યું છે કે અલીબાબા અને ચાલીસ ચોર હોય, પણ આ તમે અલીબાબા અને વીસ ચોર એવું નામ કેમ રાખ્યું ?’
‘શું કરીએ ભાઈ ?’ નિર્માતાએ ચોખવટ કરી, ‘બધી મંદીની અસર છે !’
**********
ગુજરાતી પ્રોફેસરની સાઈકલમાંથી કોઈ હવા કાઢી ગયું.
પ્રોફેસરે કલાસમાં આવીને ગુસ્સો કંઈક આ રીતે વ્યક્ત કર્યો : ‘મારી દ્વિચત્રિકાના અગ્રચક્રમાંથી વાયુ મુક્ત કરવાનું દુષ્કૃત્ય કોના હસ્તે કરાયું છે ?’
**********
જૂના પુરાણા કિલ્લાને જોઈ રહેલા એક ટુરિસ્ટે ગાઈડને પૂછ્યું : ‘આ કિલ્લામાં ભૂત રહે છે એ વાત સાચી ?’
ગાઈડ કહે : ‘અરે સાહેબ, હું તો આટલા વરસોથી આ જ કિલ્લામાં દિવસ-રાત ફરું છું. મેં તો કોઈ દહાડો કોઈ ભૂતબૂત નથી જોયું.’
ટુરીસ્ટ : ‘અચ્છા, તમે આ કિલ્લામાં કેટલા વરસથી રહો છો ?’
ગાઈડ : ‘300 વરસથી….!’
**********
એક કેદી (બીજા કેદીને) : ‘તને મળવા કેમ કોઈ નથી આવતું ? શું તારે કોઈ સગાં નથી ?’
બીજો કેદી : ‘છે ને ! સગા તો ઘણા છે ! પરંતુ બધા જેલમાં છે !’
**********
સન્તા એક હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને કહેવા લાગ્યો :
‘ડૉકટર, આ પ્લાસ્ટીકની ડોલમાં કાણું પડ્યું છે. જરા સાંધી આપો ને ?’
ડૉકટર બગડ્યા : ‘કંઈ ભાન-બાન છે કે નહિ ? તને ખબર છે હું કોણ છું ?’
સન્તા : ‘કેમ બહાર બોર્ડ તો માર્યું છે : પ્લાસ્ટીક સર્જરી વોર્ડ !’
**********
કડકાસિંહ એમનો મોબાઈલ લઈને રિચાર્જ કરાવવા ગયા. દુકાનદારે પૂછ્યું :
‘કેટલાનું કરાવવાનું છે ?’
કડકાસિંહ કહે : ‘દસનું કરી દે.’
દુકાનદાર : ‘એમાં 7 રૂપિયાનો ટોકટાઈમ મળશે.’
કડકાસિંહ : ‘વાંધો નંઈ 3 રૂપિયાની ખારીસીંગ દઈ દે જે !’
**********
અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે – ‘નેશનલ’ અને ‘ઈન્ટરનેશનલ’
બન્તાસિંહ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : ‘અન્ડર કન્સ્ટ્રકશન’ અને ‘ટેક ડાયવરઝન’ !’
**********
પતિ-પત્નીમાં ઝઘડો થયો. પત્નીએ પતિની બરોબર ધૂલાઈ કરી નાંખી.
બીજે દિવસે સવારે પતિએ પત્નીને એક વાટકો ભરીને દૂધ આપ્યું. પત્ની છણકો કરીને બોલી : ‘કેમ, મસ્કા મારો છો ?’
પતિએ કહ્યું : ‘ના, આજે નાગપંચમી છે ને !’
**********
સન્તાસિંહ અડધી રાતે સાઈકલ લઈને કબ્રસ્તાનમાં ઘૂસી ગયો. આંખો મીંચી ને એકદમ ઝડપથી સાઈકલ ચલાવીને બહાર નીકળી ગયો. પરસેવો લૂછતાં બહાર ઊભેલા માણસને તેણે પૂછ્યું : ‘ઓયે ! યે કૌન સા રોડ થા જિસમે ઈતને સારે બમ્પ થે ?’
**********
નટુ : ‘તને એક જોરથી થપ્પડ મારીશને તો તું દિલ્હી જઈને પડીશ.’ ગટુ : ‘ઠીક છે. પણ જરા ધીરેથી મારજે. મારે જયપુરમાં થોડુંક કામ છે….’
**********
શિક્ષક : ‘જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે ગણિતમાં મને 100માંથી 100 માર્ક આવતા હતા.’
વિદ્યાર્થી : ‘એ તો તમને કોઈ સારા સાહેબ ભણાવતા હશે ને એટલે….!’
**********
કૉલેજના પ્રોફેસર છગને બી.કોમમાં એકાઉન્ટનો પીરીયડ લેતાં પૂછ્યું : ‘એક સવાલ છે. તમારી પાસે બાર સફરજન છે અને માણસ પંદર છે તો તમે સફરજન સરખા ભાગે દરેકને કઈ રીતે વહેંચી શકશો ?’
‘સીધી અને સહેલી વાત છે.’ લલ્લુએ જવાબ આપ્યો.
‘બોલો તો, જવાબ આપો….’
‘સાહેબ, બારે સફરજનનો જ્યુસ કાઢીને….’ લલ્લુએ કહ્યું.
**********
આળસુના સરદાર છગન, મગન અને ચમન ચા પીતા પીતા ગપાટા મારી રહ્યાં હતાં.
‘મને સૂતાં પછી ઊંઘ આવતા ત્રણ કલાક થાય છે.’ છગને કહ્યું.
‘ત્યારે મારે જુદું છે.’ મગને કહ્યું, ‘મને ઊંઘ તો પથારીમાં સૂતા ભેગી આવી જાય છે પણ સવારે ઉઠતા ત્રણ કલાક લાગે છે. તારું શું છે ચમન ?’
ચમન બોલ્યો : ‘મને તમારા જેવું નથી પણ પથારી પાથરતા મારે ત્રણ કલાક થાય છે.’
**********
ગીફટ આર્ટિકલની દુકાનના માલિક છગને એક દિવસ દુકાનમાંથી બહાર નીકળતા મગનને પૂછ્યું : ‘સાહેબ, મારે તમને એક વાત પૂછવી છે.’
‘હા, બોલોને..!’ મગન બોલ્યો : ‘શું વાત છે ?’
‘મારું કહેવું એમ છે કે…’ છગને કહ્યું, ‘આપ અમારી દુકાને દરરોજ આવો છો, અંદર આંટો મારો છો, બધું જુઓ છો પણ આપ કશું ખરીદતા નથી. તો મને થાય છે કે આપ કેમ કંઈ લેતાં નથી ?’
‘અચ્છા !’ મગન બોલ્યો : ‘લ્યો તો આ સો રૂપિયાની નોટ…. એમ કરો, એની પચાસની બે નોટ આપો…’
**********
જજ : ‘છગન, તારા ઉપર આરોપ છે કે તું લગ્નના પંદર દિવસ પછી પત્નીને છોડીને અચાનક ભાગી ગયેલો. બોલ તારે એના બચાવમાં શું કહેવું છે ?’
છગન : ‘સાહેબ, બચાવ કરવા જેટલો હું શક્તિશાળી હોત તો ઘર છોડીને ભાગી શું લેવાને જાત ?’
**********
શેઠ : ‘જો આ દુકાનમાં કામ કરવું હોય તો એક વાત હંમેશા યાદ રાખજે કે ગ્રાહક કદી ખોટો હોતો નથી. ચાલ, હવે બોલ જોઈએ, હમણાં પેલા ભાઈ આવ્યા હતાં એ શું કહેતા હતા ?’
નોકર : ‘એ કહેતા હતા કે આ દુકાનનો માલિક ગાંડો છે !’
**********
છગન : ‘તને ખબર છે ?’
મગન : ‘શું ?’
છગન : ‘પતિ કુટુંબનું માથું છે પણ પત્ની એની ડોક છે.’
મગન : ‘હા ભઈ ! એ તો જ્યાં ડોક ફરે ત્યાં માથું જાય !!’
**********
નટુ : ‘તારા પિતાજી દરજી છે તોય તારું શર્ટ ફાટેલું છે ? ખરેખર, આ તો બહુ શરમજનક વાત છે….’
ગટુ : ‘મારી વાત છોડ. તારી વાત કર. શરમજનક વાત તો એ છે કે તારા પિતાજી દાંતના ડૉક્ટર છે તોય તારો નાનો ભાઈ વગર દાંતે જન્મ્યો….!’



Wednesday, January 28, 2015

પદ્મ અને ભારતરત્નઃ સન્માનના ખિતાબો જ્યારે અપમાનનું કારણ બને

બ્રિટિશરાજ દરમ્યાન અંગ્રેજ હકૂમત તેના મનપસંદ અગ્રણી હિંદુ ભારતીયોને રાય સાહેબ તથા રાય બહાદુર, મુસ્લિમોને ખાન સાહેબ તથા ખાન બહાદુર અને શીખોને સરદાર સાહેબ તથા સરદાર બહાદુર જેવા ખિતાબો વડે નવાજતી, પણ સ્વતંત્રતા પછી એ શિરપાવોનું મહત્ત્વ ન રહ્યું. આથી ભારત સરકારે વિજ્ઞાન, કલા, સાહિત્ય અને સમાજકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલા મહાનુભાવોને તેમની સિદ્ધિ મુજબ પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તથા ભારતરત્ન એ ચાર પૈકી જે તે યોગ્ય ખિતાબ આપવાનું ૧૯૫૪માં ઠરાવ્યું. સન્માનની દષ્ટિએ ચારેય ઇલ્કાબો ચડતી ભાંજણીમાં એકમેક કરતાં જુદા દરજ્જાના છે, એટલે દેખીતું છે કે વ્યક્તિની સિદ્ધિ જોડે સુસંગત હોય એ જ ખિતાબ તેને એનાયત કરવો જોઇએ. ૧૯૫૦ના તથા ૧૯૬૦ના દસકામાં અમુક યા તમુક ઇલ્કાબ માટે લાયક વ્યક્તિની પસંદગી કરતી વખતે નિરપેક્ષતાનું અને નીતિમત્તાનું ધોરણ જળવાયું, પણ ત્યાર પછી તેમાં રાજકારણ ભળ્યું. ઘણા એવા કિસ્સા બન્યા કે જ્યારે વ્યક્તિની લાયકાત મૂલવવાને બદલે તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રાજકીય મહત્ત્વ જોઇ તેને ખિતાબ એનાયત કરી પોલિટિકલ લાભ ખટાવવામાં આવ્યો. ક્યારેક વળી પદ્મ અવોર્ડ સન્માન નહિ, પણ અપમાનનો કારણ બન્યો.

અમુક દાખલા: એક સમયે રમતગમતના ક્ષેત્રે ઝળકેલા ખેલાડીઓને પદ્મ ઇલ્કાબ માટે ગણતરીમાં લેવાતા ન હતા, એટલે ભારતના રાષ્ટ્રીય ખેલ હોકીના સમ્રાટ ધ્યાનચંદને એવું સન્માન મળ્યું નહિ. ધ્યાનચંદની ટીમે આમ્સ્ટરડેમ (૧૯૨૮), લોસ એન્જલિસ (૧૯૩૨) તથા બર્લિન (૧૯૩૬) એમ સતત ત્રણ ઓલિમ્પિકમાં ચેમ્પિઅનશિપનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. લોસ એન્જલિસમાં તો અમેરિકન ટીમને તેણે ૨૪-૧ ના સ્કોરથી હરાવી દીધી હતી. ધ્યાનચંદને ભારતરત્ન બનાવવાની તરફેણમાં વ્યાપક લોકમત જોતાં ડિસેમ્બર, ૨૦૧૧માં પદ્મ અવોડ્ઝ માટે રમતગમતનું ક્ષેત્ર ખોલી નાખવામાં આવ્યું. જુલાઇ ૧૬, ૨૦૧૩ના રોજ ભારતના રમતગમત ખાતાના મંત્રી જીતેન્દ્ર સિંહે હોકીસમ્રાટ ધ્યાનચંદને ભારતરત્ન વડે સન્માનિત કરવાનો વિનંતીપત્ર વડા પ્રધાનને પાઠવ્યો, જેના અનુસંધાનમાં ધ્યાનચંદને એ સર્વોચ્ચ ખિતાબ એનાયત કરવાનું ઠરાવવામાં આવ્યું. પરંતુ છેવટે બન્યું એવું કે વડા પ્રધાન કાર્યાલયના એ ફેંસલાનો અમલ થાય તે પહેલાં રાહુલ ગાંધીના કહેવાથી સચિન તેન્ડુલકરનું નામ ભારતરત્ન માટે આગળ કરવામાં આવ્યું. આઘાતની વાત એ કે રાહુલના સૂચનને માન્ય રાખવામાં વડા પ્રધાન કાર્યાલયે પાંચ કલાકથી વધુ સમય લીધો નહિ. તેન્ડુલકરના વિશાળ ચાહકવર્ગનું દિલ જીતવા રાહુલ ગાંધી દ્વારા છેલ્લી ઘડીએ રાજકીય દાવ ખેલવામાં આવ્યો અને પ્રત્યેક હરીફ ટીમને હરાવી ચૂકેલા હોકીસમ્રાટ ધ્યાનચંદને રાજકારણે હરાવી દીધા.
તામિલ નાડુના મતદારોને ખુશ કરવા ૧૯૮૮માં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકારે તે રાજ્યના મુખ્ય પ્રધાન અને લોકપ્રિય ફિલ્મસ્ટાર એમ. જી. રામચંદ્રનને ભારતરત્નના શિરપાવ વડે નવાજ્યા. વિજ્ઞાની સી. વી. રામન, આઝાદ ભારતના ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, રાષ્ટ્રપતિ (અને બંધારણસભાના અધ્યક્ષ) ડો. રાજેન્દ્ર પ્રસાદ તેમજ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ ભારતરત્નો, જેમની સામે અવોર્ડ માટે ઉલ્લેખનીય ગણાય એવી ભાગ્યે જ ઉપલબ્ધિ ધરાવતા ફિલ્મી નટ એમ. જી. રામચંદ્રનને એ ધુરંધરોની હરોળમાં લાવી દીધા.

બેન્ક ઓફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડા સાથે નાણાંકીય છેતરપીંડી કર્યાના આરોપસર જેની સામે ૧૯૯૨માં અને ૧૯૯૪માં CBI દ્વારા પાંચ અદાલતી કેસો મંડાયા એ હોટલમાલિક સંતસિંહ ચટવાલને ૨૦૧૦માં તત્કાલીન સરકારે પદ્મશ્રી જાહેર કર્યા. ઉપરાંત એ જ વર્ષે ફિલ્મ એક્ટર સૈફ અલી ખાન સામે કોર્ટ કેસ ચાલતો હોવા છતાં UPA સરકારે તેને પદ્મશ્રી જાહેર કર્યો. રાજસ્થાનના બિશ્નોઇ લોકોને મન પવિત્ર મનાતા તેમજ વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ રક્ષિત ગણાતા કાળિયારનો તેણે જોધપુર પાસે ગેરકાયદે શિકાર કર્યો હતો.

સૌથી વધુ કટાક્ષમય દાખલો તો સરદાર પટેલને મરણોત્તર એનાયત થયેલા ભારતરત્નનો છે. સરદારને તેમનું અવસાન નીપજ્યાનાં છેક ૪૦ વર્ષે ૧૯૯૧માં યાદ કરાયા એ બાબત તો જાણે નિંદનીય ખરી, પણ તત્કાલીન સરકારે તેમનું સન્માન કરવાના આડંબર હેઠળ અપમાન કર્યું. મરણોત્તર ઇલ્કાબ મેળવવામાં તેમનો ક્રમ રાજીવ ગાંધી પછી બીજો રાખ્યો. જુલાઇ ૬, ૧૯૯૧ના દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં રાજીવ ગાંધીને ભારતરત્ન જાહેર કરાયા ત્યારે સરદારનું પણ એ જ વખતે બહુમાન કરી શકાયું હોત, પરંતુ સરકારે જાણીબૂઝીને એ પગલું ટાળ્યું. આડકતરી રીતે તેણે રાજીવ ગાંધીને સરદાર પટેલ કરતાં ચડિયાતા લેખાવ્યા. સરદારનો ભારતરત્ન અવોર્ડ છ દિવસ પછી તેમના પૌત્ર વિપિન પટેલને જુલાઇ ૧૨, ૧૯૯૧ના રોજ સુપરત કરવામાં આવ્યો.

પદ્મ તેમજ ભારતરત્ન ખિતાબો લાગણીના અને ખાસ તો રાજકારણના પ્રવાહમાં તણાયા વિના ૫૦% કોમન સેન્સ અને ૫૦% લોજિક વડે નિરપેક્ષ ભાવે આપવામાં આવે એમાં જ સાર છે. એમાં તેમની ગરીમા પણ રહેલી છે. 

Refernce Link: BHARAT RATNA: List of Recipients

-copied from another blog :

એક નજર આ તરફ...: harshal pushkarna

http://harshalpushkarna.blogspot.in/2014_09_01_archive.html

Monday, December 8, 2014

Teen Drug Abuse : Why you should avoid drugs

આજના યુવાધનને બરબાદ કરી રહ્યો છે નશો પછી તે દારુનો હોય કે પછી ડ્રગ્સનો હોય. તો કયા પ્રકારના નશાનો કારોબાર દેશમાં થઇ રહ્યો છે જોઇશું આ અહેવાલમાં કોણ કરે છે નશાનો કારોબાર જે કરે છે દેશના યુવાઘનને બરબાદ, એ અંગેનો વિસ્તૃત અહેવાલ
સામાન્ય રીતે આજનો યુવાધન નશો કરવાનો શોખીન હોય છે એક વાર નશાની લત લાગી જાય તો તેને કોઇપણ સંજોગોમાં નશો કરવો જ પડે છે અને જે દેશની યુવા પેઢીને સાવ શક્તિવિહીન કરી નાંખે છે દેશમાં ધણા પ્રકારના નશાની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જે લોકોની અધોગતિ નોતરે છે
ડ્રગ્સના પ્રકાર 
  • નેચરલ ડ્રગ્સ ( ભાંગ, ચરસ, ગાંજા અફિણ, કોકોપતિ )
  • સેમી સીન્થેટીક ડ્રગ્સ ( હેરોઇન, કોકેઇન )
  • સીન્થેટીક ડ્રગ્સ ( એમફીટામાઇન, એકસટેસી, એલએસડી, એમડીએમએ )
આ અંગે સંદેશ ન્યૂઝે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર હરીઓમ ગાંધીને આ અંગે પુછતા  તેમણે જણાવ્યું કે નેચરલ ડ્રગ્સમાં કેમીકલ ઉમેરવા પડે છે અને આ રીતે નવાનવા ડ્રગ્સ તૈયાર થાય છે. અલગ અલગ ડ્રગ્સ કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી નીચે મુજબ છે.
  • હેરોઇન
અફિણની કેમીકલ પ્રકીયા પછી હેરોઇન બને છે જેને મોનોરંજનનો નશો પણ કહેવામાં આવે દુનિયામાં સૌથી ખતરનાખ નશો હેરોઇનનો છે જે સૌથી વધુ ઉતેજના માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • કોકેઇન
હેરોઇન પછી સૌથી ખતરનાખ નશો હોય તે કોકેઇનનો છે જે ઇન્જેકશન કે પછી સીગારેટ મારફતે લેવામાં આવે છે આ નશોની અસર એક કલાક સુધી તેનો નશો રહે છે. જે સૌથી વધુ ખેલકુદમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે ઉત્તેજના માટે આ નશો કરવામાં આવે છે.
શરીરમાં ઉતેજના લાવવી કે પછી મનને ભ્રમિત કરવા માટે કે પછી ડેટ રેપ માટે આ નશાનો ઉપયોગ થાય છે જે નશા પુરતુ સીમીત નથી જે નોતરે છે યુવાધનોની બરબાદી નેચરલ ડ્રગની ખેતી થાય છે જેમાં અફિણ અને કોકોપતિને કેમીકલ પ્રોસેસમાંથી હેરોઇન અને કોકેઇન બનાવાય છે ત્યારે બીજા સીથેન્ટીક ડ્રગ્સ ફેકટરીમાં બને છે જે માત્ર કેમીકલોના ઉપયોગથી બનતા હોય છે
નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર હરીઓમ ગાંધીએ જણાવ્યું કે સિન્થેટિક ડ્રગ આજના યુવાનોમાં પોપ્યુલર છે
એ તો લોકો જાણે છે કે વિશ્વભરમાં નશાનો કારોબાર ધુમ ચાલે છે અને આ નેટવર્ક ચલાવનાર કોણ છે અને કયા માફીયાઓ છે જે યુવાધનોને બરબાદ કરી રહ્યા છે
  •  અહેવાલ-2
યુવાધનનો બરબાદ કરનાર આ ઝેર ક્યાથી આવે છે અને શુ છે ઝેરની કિમત જોઇએ આ અહેવાલમાં
 દેશના યુવાનોના શરીરમાં લોહીની જગ્યાએ ઝેર દોડતુ કરનાર આ ડ્રગ્સ માફીયાઓ આજે પણ બેખૌફ ફરી રહ્યા છે અને દેશની આતંરિક શક્તિને ખોખલી કરી રહ્યા છે આ માફીયાઓનો ઉદ્દેશ રુપિયા કમાવાનો અને યુવાનોના શરીરમાં તેમણે વેચેલા ઝેરને ફેલાવાનો છે દેશ બહાર બેઠાબેઠા કરે છે. આ નશીલા દ્રવ્યો દેશ બહારથી આવે છે ત્યારે ધણાખરા નશીલા દ્રવ્યોની દેશમાં જ  ખેતી થાય છે

આ અંગે સંદેશ ન્યૂઝે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર હરીઓમ ગાંધીને આ અંગે પુછતા  તેમણે જણાવ્યું કે અફિણ અફધાનિસ્તાનથી આવે છે અને લોકો દેશમાં પણ કરે છે અફિણની ખેતી
  • હેરોઇન
દુનિયામાં અફધાનિસ્તાન, પાકિસ્તાન અને અરબ દેશોમાં આ સૌથી વધુ હેરોઇન વેચાય છે ભારતમાં આ હેરાઇન પંજાબ અને રાજ્સ્થાન સરહદ ઉપરથી આવે છે અને ત્યારબાદ તેમના ડીલરો મારફતે નિયત કરેલી જગ્યાએ જાય છે જોકે હેરોઇન અફિણમાંથી બનતુ હોવાના કારણે ભારતમાં પણ ત્રણ રાજ્યોમાં તેની ખેતી થાય છે જોકે તેની નોધ સરકાર કરે છે. 
  • કોકેઇન
દુનિયામાં કોકેઇન દક્ષિણ અમેરીકા અને નાઇઝિરીયાથી આવે છે દરિયાઇ બોર્ડર વટાવીને કે પછી સીમા સરહદને વટાવીને કોકેઇન અલગઅલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લાવવામાં આવે છે જે મુંબઇ, ગોવા દિલ્હી જેવા મોટા શહેરોમાં તેનુ ધુમ વેચાણ છે
  • ચરસ
ચરસ માટે બીજા દેશમાં જવાની જરૂર નથી તે કાશ્મીરમાં સૌથી વધુ થાય છે કુરીયર કે પછી કારમાં સ્પેશીલ જગ્યા બનાવીને તેની દાણચોરી થાય છે દેશના તમામ નાની મોટી જગ્યાએ ચરસ આસાનીથી મળી જાય છે
  • ગાંજો
 ગાંજો મોટા ભાગે ઓરીસ્સા, આધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં ગેરકાયદેસર રીતે પેદા કરે છે દેશમાં તેની દાણચોરી ટ્રેન મારફતે થાય છે જો કે સૌથી સસ્તો નશો હોવાના કારણે તેને ટ્રેન મારફતે દેશના ખુણે ખુણે પહોચાડવામા આવે છે
  • એમફીટામાઇન ,એલએસડી ,એમડીએમએ
 આ ત્રણ પ્રકારની સીથેટીક ડ્રગ નાની નાની ફેકટરીઓમાં બનાવવામાં આવે છે જેના કેમીકલ એટલા મોધા હોય છે કે તેની વેચાણ કિમત વધી જાય છે આ પ્રકારના ડ્રગ દવાની કેપ્સુલ જેવા હોય છે જે મોટા ભાગે પાર્ટીઓમાં ઉપયોગ થાય છે.
નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર હરીઓમ ગાંધીને આ અંગે પુછતા તેમણે કહ્યું કે ચરસ, ગાંજો અને કોકેઇન દેશમાંથી જ આવે છે.
 આ ડ્રગ્સની લતે ચઢેલા લોકો પોતાનુ જીવન બરબાદ કરે છે સાથોસાથ ગુનાખોરીને પણ અંજામ આપે છે નશીલા દ્રવ્યોની કિમતજ એટલી વધારે હોય છે કે જેને ખરીદવા માટે લોકો ગમેતે હદ સુધી જતા હોય છે ચોરી લુંટ અને હત્યા પણ કરતા પણ અચકાત હોતા નથી આ ડ્રગ્સની ઇન્ટરનેશનલ માર્કેટ પ્રાઇઝ કરોડોની હોય છે
                                  
        ડ્રગ્સ                                   કીલો                                 ભાવ
  •  કોકેઇન                       એક કીલો                    ૨ થી ૩ કરોડ
  • હીરોઇન                      એક કીલો                    ૧ થી ૧ઃ૫૦ કરોડ
  • એમફીટામાઇન              એક કીલો                      ૧ કરોડ
  • ચરસ                          એક કીલો                    ૫ લાખ 
  • ગાંજો                          એક કીલો                    ૧૫ થી ૨૦ હજાર
આ તમામ ભાવો જોતા આપ સમજી ગયા હશો કે નશાનો આ વેપાર દેશમાં કેવો ચાલતો હશે
 યુવાનીનું મોત એટલે નશો. નાની ઉમરે ડ્રગ્સના નશાએ ચઢેલા વ્યકિતઓ મોતને ભેટતા હોય છે અને શરીરમાં રોગનુ ધર કરતા હોય છે
હાઇપ્રોફાઇલ વ્યકિતઓ થી લઇને નીચલા વર્ગના તમામ લોકો ડ્રગ્સનો નશો કરે છે જે શરીર માટે હાનિકારક છે. અલગ અલગ ડ્રગ્સના નશાના કારણે થોડાક સમયની ખુશીતો મળે છે. સાથોસાથ લાંબાગાળે તે નુકશાનકારક છે
  • હેરોઇન એને કોકેઇન
હેરોઇન અને કોકેઇન લેવાથી મૃત્યુ થાય છે કેન્સર થાય છે શરીરની એકટીવીટ ધીમી થઇ જાય છે માલન્યુટ્રીશયન હાર્ટટ્રેડ ડાઉન થાય છે અંતે નશો છુટતો નથી અને થાય છે મોત
  • ગાંજો અને ચરસ
ગાંજો ચરસ લેવાથી નશાખોરો સાઇકીક પેશન્ટ થાય છે. તેમને મનોરોગ થાય છે અને તેમનો સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને પરેશાની વધી જાય છે. આ નશીલા દ્રવ્યો જે લોકોને બરબાદ કરે છે

Sunday, November 30, 2014

Important Link: Which engineering branch suits to your personality


If you want to become an engineer then  you should know that among many branches which branch will suit to your personality? Here I am sharing one online test with you. Genuinely fill up all questions and I am sure that  you will get correct answer. 

  Spacefem.com I think this is correct test.
http://spacefem.com/quizzes/engineer/



Friday, October 17, 2014

Diwali ( Festival of Lights)

Deepawali or Diwali is certainly the biggest and the brightest of all Hindu festivals. It's the festival of lights (deep = light and avali = a row i.e., a row of lights) that's marked by four days of celebration, which literally illumines the country with its brilliance, and dazzles all with its joy. Each of the four days in the festival of Diwali is separated by a different tradition, but what remains true and constant is the celebration of life, its enjoyment and goodness.

The Origin of Diwali

Historically, the origin of Diwali can be traced back to ancient India, when it was probably an important harvest festival . However, there are various legends pointing to the origin of Diwali or 'Deepawali.' Some believe it to be the celebration of the marriage of Lakshmi with Lord Vishnu. Whereas in Bengal the festival is dedicated to the worship of Mother Kali , the dark goddess of strength. Lord Ganesha , the elephant-headed God, the symbol of auspiciousness and wisdom, is also worshiped in most Hindu homes on this day. In Jainism , Deepawali has an added significance to the great event of Lord Mahavira attaining the eternal bliss of nirvana . Diwali also commemorates the return of Lord Rama along with Sita and Lakshman from his fourteen year long exile and vanquishing the demon-king Ravana. In joyous celebration of the return of their king, the people of Ayodhya, the Capital of Rama, illuminated the kingdom with earthen diyas (oil lamps) and burst crackers.

These Four Days

Each day of Diwali has its own tale, legend and myth to tell. The first day of the festival Naraka Chaturdasi marks the vanquishing of the demon Naraka by Lord Krishna and his wife Satyabhama. Amavasya , the second day of Deepawali, marks the worship of Lakshmi , the goddess of wealth in her most benevolent mood, fulfilling the wishes of her devotees. Amavasya also tells the story of Lord Vishnu, who in his dwarf incarnation vanquished the tyrant Bali, and banished him to hell. Bali was allowed to return to earth once a year, to light millions of lamps to dispel the darkness and ignorance, and spread the radiance of love and wisdom. It is on the third day of Deepawali — Kartika Shudda Padyami that Bali steps out of hell and rules the earth according to the boon given by Lord Vishnu. The fourth day is referred to as Yama Dvitiya (also called Bhai Dooj ) and on this day sisters invite their brothers to their homes.

The Significance of Lights & Firecrackers

All the simple rituals of Diwali have a significance and a story to tell. The illumination of homes with lights and the skies with firecrackers is an expression of obeisance to the heavens for the attainment of health, wealth, knowledge, peace and prosperity. According to one belief, the sound of fire-crackers are an indication of the joy of the people living on earth, making the gods aware of their plentiful state. Still another possible reason has a more scientific basis: the fumes produced by the crackers kill a lot of insects and mosquitoes, found in plenty after the rains.

The Tradition of Gambling

The tradition of gambling on Diwali also has a legend behind it. It is believed that on this day, Goddess Parvati played dice with her husband Lord Shiva , and she decreed that whosoever gambled on Diwali night would prosper throughout the ensuing year. Diwali is associated with wealth and prosperity in many ways, and the festival of ' Dhanteras ' ('dhan' = wealth; 'teras' = 13th) is celebrated two days before the festival of lights.

From Darkness Unto Light...

In each legend, myth and story of Deepawali lies the significance of the victory of good over evil; and it is with each Deepawali and the lights that illuminate our homes and hearts, that this simple truth finds new reason and hope. From darkness unto light — the light that empowers us to commit ourselves to good deeds, that which brings us closer to divinity. During Diwali, lights illuminate every corner of India and the scent of incense sticks hangs in the air, mingled with the sounds of fire-crackers, joy, togetherness and hope. Diwali is celebrated around the globe . Outside India, it is more than a Hindu festival, it's a celebration of South-Asian identities. If you are away from the sights and sounds of Diwali, light a diya , sit quietly, shut your eyes, withdraw the senses, concentrate on this supreme light and illuminate the soul.

Sunday, September 14, 2014

Free Website for 1 year with .in domain

મફત વેબસાઈટ બનાવી છે?
મળો ગુગલને
ગુગલ જ્યારે નેટનો પર્યાય બની ગયું છે, ત્યારે ઈન્ટરનેટનો વ્યાપ વધારવા ગુગલ છેલ્લા ઘણાં સમયથી બે આકર્ષક ઓફર લાવ્યું છે. જો કે હજુ સુધી ઘણા લોકો આ બાબતથી અજાણ હોવાથી આજે વિસ્તારપૂર્વક આ ઓફર્સ વિશે જાણીએ. નાનામાં નાના ઉદ્યોગ અને વ્યવસાયો પોતાની વેબસાઈટ ધરાવે અને ડોટ ઈન(.inડોમેઈનનો વ્યાપ વધે તે માટે ગુગલ ફ્રી વેબસાઈટ ઓફર આપી રહ્યું છે. આ ઓફરમાં તમારી પ્રાથમીક માહિતીની સાથે તમે ભારતીય નાગરીક છો તેના પુરાવારૃપે PAN નંબર TAN  નંબર અથવા CIN નંબર આપવો પડશે.
તમારી પોતાની વેબસાઈટ બનાવવા માટે આ ફોર્મ ભર્યા પછી તેને ગુગલે આપેલા ઓપરેશનમાંથી ટેમ્પલેટ સિલેક્ટ કરી જરૃરી ફેરફારો સાથે તમારી વેબસાઈટ બનાવી લોન્ચ કરી શકો છો.
આ કાર્ય માટે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામીંગનું કે પછી વેબ ડીઝાઈનીંગનું જ્ઞાાન હોવું જરૃરી નથી. ગુગલ દ્વારા એક વર્ષ માટે ડોટ ઈન ડોમેઈન અને હોસ્ટીંગ સંપૂર્ણ પણે નિશુઃલ્ક આપવામાં આવે છે. આ સાથે તમારી કંપનીનાં નામનો વ્યક્તિગત ઈ-મેઈલ પણ મળે છે. આ માટે તમારે www.indiagetonline.in નામક વેબસાઈટ ખોલી તેમાં આપેલી સૂચનાંનો અમલ કરવો રહ્યો.
જો તમે વ્યક્તિગત ઉપયોગ કે પછી તમારી વિવિધ સેવાઓ માટે કે કોઈ ખાસ કાર્ય જેમ કે લગ્ન પ્રસંગ, કોન્ફરન્સ માટે હંગામી વેબસાઈટ  બનાવવા માંગતા હો, તો ગુગલમાં જીમેઈલ આઈ.ડી. વડે તમારે sites.google.com નામક વેબસાઈટ ખોલી તમારો ઈમેઈલ આઈ.ડી અને પાસવર્ડ નાંખવાનો રહેશે. ત્યારબાદ વેબસાઈટમાં આપેલા વિવિધ ડીઝાઈનનાં ઓપશનમાંથી મનપસંદ ઓપશન સિલેક્ટ કરી તેમાં તમારી માહિતી અપલોડ કરો અને ગણતરીનાં કલાકોમાં તમારી વેબસાઈટ તૈયાર થઈ જશે.
વેબસાઈટ તૈયાર કરતાં પહેલાં HOME, ABOUT US(તમારા વિશે), SERVICES(તમે જે સેવા આપવા ઈચ્છુક છો) અથવા PRODUCTS(જે વસ્તુઓ તમે વેંચતા હો તેની માહિતી) અને CONTACT US(સંપર્ક સુત્ર)માં જે માહિતી આપવાની હોય, તે માહિતી તૈયાર કરી રાખો. ત્યારબાદ તમારી કંપનીનો લોગો, વસ્તુ કે સવસમાં ફોટા અપલોડ માટે તૈયાર રાખો. આ બધાની ઓક સૂચી બનાવી દો અને કઈ માહિતી ક્યાં મુકવી તેને પહેલેથી નક્કી રાખો.

Saturday, August 30, 2014

We are Learners Club

On 4th August we had established Club named "We Are Learners Club" short form is WALC. 

We are 3rd year engineering college students so it is very important for us that when we passed out from the college in year 2016, we have technical skills and knowledge of various steps involved in recruitment process of company.  So we should learn QA,GD etc. and should be able to crack gate questions. For this reason me and my friend Harshit khoda decided to make a club for this purpose.

Objectives for our Group is:
  • To learn Quantitative aptitude questions
  • To learn English
  • Practice G.D. as interview point of view
  • Share motivational quotes and to build confidence in eachother
  • Visit industries to gain practical knowledge
We decided that for Quality, only 8 person will join this club. We All members are students but each of us is assigned with some departments and we help each other in learning of engineering skills.

Departments of each member:-



  • Shrutam Jani: 
  1. Quantitative Aptitude Teaching
  2. Website handler 
  • Chirag Tilava ( Club Leader)
  1. Planning of industrial Visit
  2. project planning
  • Harshit Khoda
  1. preparation for Gate
  • Vivek Dhameliya
  1. Technology & Automobiles 
  2. Job Research
  • Ankit Gohel
  1. English Improvement
  2. Vocabulary Builder
  • Vishavarajsinh Zala
  1. G.D & Interview Cracker
  • Bhargav Khadela
  1. G.K & Current Affairs
  • Malay Mathukiya
  1. Description of any company, CEO,Product,Service.

I had made website for our club: WALC



Saturday, July 19, 2014

Gujarati Blogs, which you should read...

Lately I have started reading blogs written in Gujarati language. Earlier people could not have believed that there can be space for regional blogs to grow on internet. But guess It is all about content and not the language.

So I am listing out some Gujarati blogs based on different types of content. You will find information on various topics on these blogs. Trust me these blogs are interesting. Authors of these blogs are well known among gujarati newspaper readers.


Harshal Pushkarna's 'Ek Najar Aa taraf'
Heading Harshal Publications, and working as an editor of ‘Safari’ monthly.

'Planet JV' - Jay Vasavda's Blog
Jay Vasavda is popular Gujarati writer and columinst. His columns 'anavrut' and 'spectrometer'are published in gujarati daily 'Gujarat Samachar'on wednesday and sunday suppilemnts respectively.

'Good chhe' by Adhir Amdavadi
Adhir amdavadi is ahmedabad based civil engineer. He writes a column 'Lat ni lat ne vat ni vat'in World's First Gujarati News paper Mumbai Samachar. He also writes a column 'Hasya Mev Jayate' in gujarati magazine Abhiyan. His humorous work also gets published on www.divyabhashkar.com

Kinner Acharya
Hailing from Rajkot, Kinner acharya writes for Sandesh and Akila daily.

Urvish Kothari's 'Gujarati World'
Urvish Kothari writes analytical, informative & satirical-humorous pieces in Gujarat Samachar thrice a week.


Thanks to Google transliteration services and such other tools it has become easy to write in regional languages. There are number of good blogs written regional languages by people like you and me. Of all Gujarati blogs I have come across till date, these are some of the very informative blogs which I wanted to share with you. There are much more & Promise to there in my next blog post 'Gujarati Blogs which you should read- 2'.

I would also like to read  your suggestion, so please comment and share your opinion with others. Please, Don't use abusive language.  



Note :
- 'Random' Method used to put the blogs in this list.
- I don't endorse each and every thought shared by mentioned bloggers on their respective blogs

Monday, June 23, 2014

‌દિલ્‍લીમાં નવી ‌ગિલ્‍લી એ ખેલવા જેવો પહેલો દાવ : શસ્‍ત્રોનું નવીનીકરણ

ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાંથી હંમેશ માટે વિદાય લીધી ત્યારે લગભગ ૩૨ લાખ ચોરસ કિલોમીટરનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આપણા દેશના લશ્કરી સંરક્ષણ માટે તેઓ પરચૂરણ શસ્ત્રો મૂકતા ગયા હતા. ભારતીય ખુશ્કીદળને તેમણે પ્રથમ વિશ્વયુદ્ધના સમયની .૩૦૩ એન્ફિલ્ડ રાઇફલો, કેટલીક જૂનવાણી સબ-મશીનગન તથા ૨૫ રતલી ગોળા ફેંકી શકતી 25-Pounder કહેવાતી તોપો આપી હતી. હવાઇદળને વાપીતી અને ડાકોટા પ્રકારનાં વિમાનો સુપરત કર્યાં હતાં, તો નૌકાદળને અડધો ડઝન મનવારો સોંપી હતી. ઉપરાંત મોર્ટાર અને પેટ્રોલ બોટ જેવાં થોડાંક આચરકૂચર શસ્ત્રો હતાં, જેમના વડે કદી યુદ્ધ જીતી શકાય નહિ. ભારતનો શસ્ત્રભંડાર કંગાળ હતો, છતાં એ બાબતે તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુ ગાફેલ રહ્યા. શસ્ત્રોના આધુનિકરણમાં તેમણે બિલકુલ રસ ન દાખવ્યો. છેવટે શસ્ત્રોનો પ્રશ્ન આપમેળે જ નેહરુનું ધ્યાન ખેંચનારો બન્યો. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય જવાનો પાસે એ જમાના પ્રમાણે લાકડાની તલવાર જેવાં શસ્ત્રો હતાં. પહાડી મોરચે ખેલાયેલા એ યુદ્ધે અનેક જવાનોનો ભોગ લીધો અને તે બલિદાનો સાથે ભારતે કાશ્મીરનો લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ ગુમાવ્યો. યુદ્ધની શુભ અસર જોવા મળી હોય તો એટલી કે નેહરુ સરકારે લશ્કરની ત્રણેય પાંખો માટે આધુનિક શસ્ત્રો આયાતી ધોરણે વસાવવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. દેશનું સંરક્ષણ બજેટ વધારી દેવામાં આવ્યું.

આ નિર્ણયના પગલે થયું એવું કે પશ્ચિમી દેશો બીજા વિશ્વયુદ્ધ પછી તેમનાં વધી પડેલાં શસ્ત્રો ગમે તેમ કરી ભારતને પધરાવી દેવા માટે તત્પર બન્યા. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ વગેરેએ પોતાના ચલતા પુરજાછાપ સેલ્સમેનોને નવી દિલ્હી ખાતે નીમી દીધા. ડિફેન્સ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતના રાજકર્તાઓનું જ્ઞાન બિલકુલ શૂન્ય હતું, જેનો શસ્ત્રોના સેલ્સમેનોએ બરાબર લાભ લીધો. છેવટે શસ્ત્રોના લગભગ દરેક સોદામાં પરદેશી શસ્ત્રઉત્પાદકો ખાટી ગયા અને ભારત ખોટમાં ગયું. આવો ક્રમ ભારતના દુર્ભાગ્યે લાંબો ચાલ્યો. દરમ્યાન શસ્ત્રખરીદીમાં જે કૌભાંડો (દા.ત. બોફર્સ તોપનું કટકી કૌભાંડ) થયા તે રાજકીય મુદ્દા બન્યા અને શસ્ત્રાગારના આધુનિકરણ માટે અડચણરૂપ પણ બન્યા.
પા‌કિસ્‍તાન સામે કાર‌ગિલ યુદ્ધમાં ભારતની બોફર્સ તોપોઅે પોતાનો ફાયરબ્રાન્ડ ‌મિજાજ દુશ્મનને બતાવ્‍યો હતો. ૧૯૮૦ના દસકામાં ખરીદાયેલી અે તોપો આજે ખુશ્‍કીદળ માટે જૂનવાણી સાબિત થઇ રહી છે.
આનું પરિણામ આજે નજર સમક્ષ છે. ભારતના શસ્ત્રાગારની સ્થિતિ વધુ-ઓછા અંશે ઓગસ્ટ, ૧૯૪૭માં હતી તેવી છે. આપણાં ઘણાંખરાં શસ્ત્રો પોતાની ટેક્નોલોજિકલ આવરદા વટાવી ગયાં છે. ભૂતપૂર્વ ખુશ્કી સેનાપતિ જનરલ વી. કે. સિંહે જણાવ્યું હતું તેમ આપણો ૯૭% શસ્ત્રભંડાર બિલકુલ આઉટડેટેડ છે. આ આંકડો ટાંકવામાં તેમણે લગીરે અતિશયોક્તિ કરી હોય એમ જણાતું નથી. આનું કારણ છે . એક તરફ આપણે સ્વદેશી ટેક્નોલોજિ વડે આધુનિક શસ્ત્રો સમયસર અને પૂરતી સંખ્યામાં બનાવી શક્યા નથી, તો બીજી તરફ અદ્યતન પ્રકારનાં આયાતી શસ્ત્રોની ખરીદી માટે પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવતું નથી. અમેરિકા તેના GDP/રાષ્ટ્રીય ઘરેલુ ઉત્પાદનના ૪.૯% જેટલી માતબર રકમ ડિફેન્સના નામે ખર્ચી નાખે છે. ચીનને લગતો બિનસત્તાવાર આંકડો ૩.૨% છે. ભારતે ચાલુ વર્ષે GDPના માત્ર ૧.૭૪% જેટલું બજેટ દેશના સંરક્ષણ માટે ફાળવ્યું છે. આવી કંજૂસાઇનો કશો અર્થ ખરો ? ખાસ કરીને એવે વખતે કે જ્યારે અરુણાચલ પ્રદેશના મુદ્દે ચીનનું વલણ પ્રતિદિન આક્રમક બનતું જાય છે અને સાથોસાથ તેની લશ્કરી આક્રમણશક્તિ સતત વધતી જાય છે. ચીનના મગજનો ચડી રહેલો પારો જોતાં ભારતે જો ૧૯૬૨ના યુદ્ધ જેવી નામોશી ટાળવી હોય તો જરાય વખત ગુમાવ્યા વગર ત્રણેય લશ્કરી દળોને રીતસર યુદ્ધના ધોરણે શસ્ત્રસજ્જ કરવાં જોઇએ.

આ માટે નવી સરકારે સૌ પહેલાં તો દેશનું સંરક્ષણ બજેટ વધારી દેવાની જરૂર છે. બીજું કરવા જેવું કામ એ કે અત્યાર સુધી શસ્ત્રોના દરેક સોદા ભારતની ભૂતપૂર્વ સરકારોએ વિદેશી સપ્લાયર કંપનીની શરતોને (તેમજ અમુક કેસોમાં દાદાગીરીને) આધિન થઇને પાર પાડ્યા છે. હવે નવી સરકારે કડક પોલિટિકલ વલણ અપનાવી દરેક સોદો ભારતની તરફેણમાં થાય અને સોદાની કામગીરી વિલંબિત તાલમાં ન ચાલે એ જોવું રહ્યું. ત્રીજું, આયાતી શસ્ત્રો પર પૂરેપૂરો મદાર રાખવાને બદલે સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજિને પ્રોત્સાહન આપી તેજસ વિમાન, આકાશ, પૃથ્વી અને અગ્નિ મિસાઇલો, અર્જુન રણગાડી વગેરે પ્રોજેક્ટસ તાકીદે પાર પાડવા જોઇએ. 

સાડા છ કરોડ વર્ષ પહેલાં વિનાશકારી લઘુગ્રહની પછડાટે પૃથ્વી પર ડાયનોસોરના ૧૬ કરોડ વર્ષ લાંબા એકચક્રી શાસનનો એક જ સપાટે અંત આણી દીધો હતો. કંઇક એવી જ ઘટના છેક ૧૯૪૭થી એકચક્રી શાસનમાં જકડાઇ ગયેલા ભારતના રાજકારણમાં મે ૧૬, ૨૦૧૪ ના રોજ બની. આશા રાખીએ કે તે ઘટના ‘યુગપરિવર્તક’ સાબિત થાય અને ભારત તેના પડોશી દુશ્મનો સામે બાંયો ચડાવવાનું લશ્કરી તેમજ નૈતિક બળ દાખવે.