Thursday, April 17, 2014

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો.

આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર્ણ બાદબાકી કરી નાખી. ઊલટું, ભ્રષ્ટાચાર, કાળાબજારી, લાઇસન્સરાજ તથા કૌભાંડો વડે દેશના રાજકારણને ખરડી મૂક્યું. ભ્રષ્ટાચારને રાજકારણનો ભાગ ગણાવી તેને સમર્થન આપનાર સૌપ્રથમ રાજકીય આગેવાન ઇન્દિરા ગાંધી હતાં, જેમનાં માટે વિખ્યાત અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ જાહેરમાં કહેલું કે, 'Indira Gandhi is the fountainhead of all corruption in India'. દેશ પર ઇમરજન્સી લાદી સરમુખત્યારશાહી રાજ ચલાવનાર ઇન્દિરાએ ભ્રષ્ટાચારને એટલી હદે પોષ્યો કે લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર નાબૂદી પહેલી વાર મુખ્ય મુદ્દો બન્યો, જેને આગળ ધરી મોરારજી દેસાઇએ દિલ્લીમાં જનતા સરકાર રચી. દેડકાની પાંચ શેરી જેવી તે સરકારમાં આંતરિક વિખવાદોનો પાર ન હતો, એટલે સરકારનું ટૂંક સમયમાં બાળમરણ થયું. દિલ્લીની ખુરશી પર ત્યાર બાદ ચૌધરી ચરણસિંહ બિરાજ્યા, જેમની પણ સરકાર આંતરિક કાવાદાવા અને સત્તાલોભના વાંકે લાંબો સમય ટકી નહિ. આમ માત્ર ૩ વર્ષના સમયગાળામાં બે સરકારો બદલાઇ. શંભુમેળા જેવી સરકારોના સત્તાપલટાથી ત્રસ્ત બનેલી પ્રજા પાસે બીજો કોઇ રાજકીય આગેવાન નહોતો, એટલે ન મામા કરતાં કહેણો મામો સારો એ ઉક્તિ મુજબ ઇન્દિરા ગાંધીને ફરી દિલ્લીની ગાદીએ બેસવાનો લાભ દેશની પ્રજાએ આપવો પડ્યો. અહીં અન્ડરલાઇન કરવા જેવો મુદ્દો એ કે દેશના નેતાની પસંદગી સિલેક્શનને બદલે મજબૂરીના ધોરણે કરવામાં આવી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ કોઇ પણ જાતની રાજકીય લાયકાત યા પોલિટિકલ મુદ્દા વિના માત્ર સહાનુભૂતિના જોરે વડા પ્રધાન બન્યા. ભ્રષ્ટચારનો દોર તેમણે પણ બોફર્સ કૌભાંડ થકી આગળ ચલાવ્યો, એટલે વી. પી. સિંહે તેમને સત્તામાંથી ઉખાડી નાખવામાં સફળ રહ્યા.
દિલ્લીમાં ત્યાર બાદ એક પછી એક કરીને ઘણી સરકારો બદલાઇ. સત્તાપલટામાં તેમજ સત્તા રચવામાં ભ્રષ્ટાચાર નાબૂદી, હિંદુત્વ, રામમંદિર, જાતિવાદ, પ્રાંતવાદ, ગરીબી હટાઓ વગેરે જેવા મુદ્દાઓ જ કેંદ્રસ્થાને રહ્યા. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસનો મુદ્દો હંમેશાં બાજુએ રહી જવા પામ્યો. લોકસભાની કોઇ ચૂંટણી એ મુદ્દા પર લડાઇ નહિ, કારણ કે વિકાસની ભાષા બોલી શકે અને લોકોના ગળે તે ભાષા શીરાની જેમ સહજતાથી ઉતરાવી શકે તેવા રાજકીય આગેવાનોનો આપણે ત્યાં દુકાળ હતો. આમાં અપવાદ તરીકે નરસિંહ રાવને યાદ કરવા રહ્યા, જેમને દેશના પાતાળમાં ગયેલા આર્થતંત્રને ઉદાર આર્થિક નીતિ વડે નવી ઊંચાઇએ પહોંચાડ્યું. (આ ‘અપરાધ’ કરવા બદલ તેમને ખુદ પોતાની પાર્ટીના સિનિઅર કાર્યકરોએ બહિષ્કૃત કર્યા હતા). સરકારને બાબુશાહી ઢબે નહિ, બલકે કોર્પોરેટ કંપનીની માફક ચલાવી શકાય એનો દાખલો નરસિંહ રાવે બેસાડ્યો, પણ તેમની એ ઉમદા નીતિને આગળ ધપાવવાની દરકાર ત્યાર પછીના કોઇ નેતાએ કરી નહિ. એક મોટું કારણ એ માટે જવાબદાર હતું: ભારતના રાજકારણમાં ધર્મ, જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ જેવા ક્ષુલ્લક મુદ્દાઓ એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યા હતા કે વિકાસને લગતા મૌલિક વિચારોને તેમાં અવકાશ રહ્યો નહોતો. હજી પણ નથી.

આમ છતાં આજે એક નેતાએ નરસિંહ રાવની જેમ વિકાસની ભાષા અપનાવીને રાજકારણમાં સામા પ્રવાહે ઝંપલાવ્યું છે. (રાજકારણમાં વિકાસનું મોડલ કેટલું કારગત નીવડે તેનાં ગુજરાતમાં માનો યા ન માનો જેવાં પ્રેક્ટિકલ ઉદાહરણો તેમણે આપ્યાં છે). માત્ર વિકાસના તેમજ રાષ્ટ્રહિતોના મુદ્દે લોકસભા ચૂંટણી લડાઇ રહી હોવાનું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ભારતના પરંપરાગત રાજકારણને પચાસ વર્ષે પહેલી વાર સુખદ વળાંક મળી રહ્યો છે. શક્ય છે સુપરપાવર બનવાની આપણી સફરમાં એ જ વળાંક ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય.

Sunday, April 13, 2014

રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રદ્રોહ?


આ દેશમાં રાષ્ટ્રપ્રેમના નામે ઘણી વાર ભયંકર હદની છૂટછાટ લેવાતી હોય છે. ભારતની બહુધા પ્રજાને એ છૂટછાટ અંગે ખ્યાલ નથી અગર તો ખ્યાલ હોવા છતાં તેને એ બાબતે કશી ફિકરચિંતા નથી. બે દાખલા તપાસવા જેવા છે.


(૧) ભારતના કેટલાક સિનામાગૃહોમાં ફિલ્મનો શો શરૂ થતાં પહેલાં આપણા રાષ્ટ્રગીતની ટૂંકી વિડિઓ દર્શાવવામાં આવે છે. એક વિડિઓમાં ભારતના કેટલાક ખ્યાતનામ ગાયકો રાષ્ટ્રગીત લલકારતા દેખાય છે. એક ગંભીર ખામી વિડિઓમાં જોવા મળે છેઃ રાષ્ટ્રગીત લલકારતી વખતે કલાકારો પોતાની બોડી લેંગ્વેજનો છૂટથી ઉપયોગ કરે છે. અર્થાત્ અમુક ગાયકો પોતાના હાથ હવામાં લહેરાવે છે, કેટલાકના ચહેરા પર શાસ્ત્રીય સંગીત ગાતા હોવાના ભાવ પ્રગટ થાય છે, તો લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા કેટલાક ગાયકો તો સ્મિત લહેરાવતા દેખાય છે. ગીત-સંગીતની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો તો પણ રાષ્ટ્રગીતને તે લાગૂ પાડી શકાય નહિ. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રગીત છે, સામાન્ય ગીત-સંગીત નથી. દેશની તે ઓળખાણ છે, માટે તેનું ગાયન મોભાદાર રીતે તેમજ પૂરા માન-સમ્માન સાથે થવું જ જોઇએ. ઓર્ડિનરી ગીતની કે ગઝલની માફક તેને ગાઇ શકાતું નથી. ગાયન વખતે તેની મર્યાદા તેમજ મલાજો જળવાવા જોઇએ--અને તેમાં કોઇપણ પ્રકારની છૂટછાટને અવકાશ નથી, છતાં રાષ્ટ્રપેમના નામે છૂટછાટ લેવાય છે. કોઇ એ છૂટછાટ સામે વાંધો કે વિરોધ લેતું નથી.
(૨) બીજો દાખલો ૨૬ જાન્યુઆરી તેમજ ૧પ ઓગસ્ટના દિવસોએ થતા રાષ્ટ્રધ્વજના ખૂલ્લેઆમ અપમાનનો છે. ભારતની પ્રજામાં એ બેય દિવસે ગજબનો રાષ્ટ્રપ્રેમ પેદા થાય છે, જેને પ્રદર્શિત કર્યા વિના તે રહી શકતી નથી. રાષ્ટ્રપ્રેમ જતાવવામાં કશું ખોટું નથી. મુદ્દાની વાત જુદી છેઃ રાષ્ટ્રપ્રેમ માત્ર ૨૬ જાન્યુઆરી અને ૧પ ઓગસ્ટના દિવસોએ જ કેમ એકાએક જાગ્રત થાય છે ? અને માનો કે જાગ્રત થાય છે તો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રપ્રેમનો દેખાડો કરવાની જરૂર શી છે? દેશ માટે કંઇક સારૂં કરી છૂટો (દાખલા તરીકે ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો કે પછી નોટબૂકો આપો) એ પગલું ધ્વજ લહેરાવવા કરતાં બેશક નક્કર અને ફળદ્રુપ છે. પ્રજાનો ‘રાષ્ટ્રપ્રેમ’ જોતાં સ્વાતંત્રદિને તેમજ પ્રજાસત્તાકદિને આપણા શહેરોના રસ્તા પર પ્લાસ્ટિકના ત્રિરંગા છૂટથી વેચાય છે; છૂટથી ખરીદાય પણ છે--અને તે વાત ગર્વ લેવા જેવી છે. પરંતુ બીજી તરફ ખેદની વાત એ છે કે સવારે જે ઉત્સાહ તેમજ ઉમળકાથી ત્રિરંગો ખરીદવામાં આવ્યો હોય તે સાંજ પડતા રસ્તે રઝળતો (રીપિટ, રસ્તે રઝળતો) જોવા મળે છે. (અહીં એ દ્રશ્યની તસવીર મૂકવા જેટલું પણ મનોબળ એકઠું થઇ શકતું નથી). આ દ્રશ્ય દરેક રાષ્ટ્રપ્રેમીની આંતરડી બાળી મૂકે તેવું છે, છતાં ઘણા ખરા લોકો મૂંગા મોઢે તથા ઠંડા કલેજે એ દ્રશ્ય જોતા રહે છે. જમીન પર પડેલા ત્રિરંગાને ઊઠાવી લેવાની તસ્દી લેવાનુંય તેમને સૂઝતું નથી. રાષ્ટ્રપ્રેમનું આટલું જલદી બાષ્પીભવન કેમ થઇ જાય છે ?

સરેરાશ ભારતીય આજે પોતાના રાષ્ટ્રધ્વજને મુક્તપણે લહેરાવી શકે છે, પણ કેટલાંક વર્ષ પહેલાં એમ કરવું શક્ય નહોતું. નવીન જિન્દલ નામના ઉદ્યોગપતિએ ભારતના દરેક નાગરિકને ધ્વજ લહેરાવવાનો તેમનો મૂળભૂત અધિકાર શી રીતે અપાવ્યો તે વાંચો--

ચોવીસ વર્ષની યુવાન વયે પણ વ્યક્તિ ધારે તો દેશમાં કેટલું મોટું પરિવર્તન આણી શકે તેનો દાખલો નવીન જિન્દલ છે. પરિવર્તન લાવવા માટે જિન્દલે ઘણી મુસીબતો વેઠવી પડી એ પણ ખરૂં. મુસીબતોનો આરંભ સપ્ટેમ્બર ૬, ૧૯૯૪ ના રોજ થયો, જ્યારે મધ્ય પ્રદેશમાં બિલાસપુરના એસ. પી. દૂબે નામના કમિશ્નરે રાયગઢ ખાતે આવેલી નવીન જિન્દલની ફેક્ટરી પર ત્રિરંગો લહેરાતો જોયા બાદ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલી તે ફરજિયાત ઉતરાવ્યો. ત્રિરંગાને કાયદા-કાનૂનનું નહિ, પરંતુ દરેક ભારતવાસીના દેશાભિમાનનું પ્રતીક ગણતા જિન્દલને થયું કે આમ નાગરિક જો ત્રિરંગાને માનભેર અને ગૌરવભેર ફરકાવી ન શકે તો એ રાષ્ટ્રધ્વજ શેનો ? જિન્દલના મતે સરકારે રાષ્ટ્રધ્વજને સરકારી ધ્વજ બનાવી દીધો  હતો. સરકાર તેનાં મકાનો પર અને મોટરો પર ત્રિરંગો લહેરાવે એ ચાલે, પરંતુ Flag Code નામના કાયદા મુજબ નાગરિકોને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટ સિવાયના દિવસોએ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવાની છૂટ ન હતી. હકીકતે એ ‘ગુનો’ સજાપાત્ર બનતો હતો.

દેશના રાષ્ટ્રધ્વજનો મામલો સાધારણ વ્યક્તિને પોતાનો વ્યક્તિગત મામલો ન લાગે, પણ નવીન જિન્દલે તેને પોતાના આત્મગૌરવનો પ્રશ્ન ગણી ફેબ્રુઆરી ૨, ૧૯૯૫ ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં સરકારને પડકારી અને કોર્ટે તેમને રાયગઢની ફેક્ટરી પર ધ્વજ ફરકતો રાખવાની છૂટ આપી. ત્રિરંગા વડે પોતાનું દેશાભિમાન વ્યક્ત કરવાનો તેમનો મૂળભૂત બંધારણીય અધિકાર માન્ય રાખ્યો. સરકાર જાણે કે પોતાની મોનોપોલી છોડવા તૈયાર ન હતી. ફેબ્રુઆરી ૭, ૧૯૯૬ ના દિવસે તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને હાઇકોર્ટના ચુકાદા સામે મનાઇહુકમ મેળવ્યો. આ હુકમના અનુસંધાનમાં નવીન જિન્દલે ફેક્ટરી પરનો રાષ્ટ્રધ્વજ સંકેલી લેવો પડે તેમ હતો, પણ તેઓ મક્કમ રહ્યા. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ચાલુ રાખ્યું. આથી કેન્દ્ર સરકારે તેમની સામે કોર્ટના અનાદરનો નવો કેસ દાખલ કર્યો. આ તબક્કે ભલભલો આંદોલનકાર ઢીલો પડી જાય, પરંતુ જિન્દલ મક્કમ રહ્યા. 

લાંબી અગ્નિપરીક્ષાનો સુખદ અંત જાન્યુઆરી ૨૩, ૨૦૦૪ ના દિવસે આવ્યો, જ્યારે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ચોપ્પન વર્ષે સાચા અર્થમાં સ્વતંત્ર થયો.

આ ‘સ્વતંત્રતા’ના ભારતની પ્રજાએ મૂળિયાં ચાવી નાખ્યાં છે. દર ૨૬મી જાન્યુઆરીએ તથા ૧પમી ઓગસ્ટે ભારતનો ત્રિરંગો રસ્તાની ધૂળ ખાતો પડ્યો હોય છે. ફ્લેગ કોડની સરેઆમ ઐસીતૈસી થતી રહે છે, છતાં તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. રાષ્ટ્રપ્રેમના નામે સબ ચલતા હૈ!

Saturday, February 8, 2014

Google 3D Graph

A new Google Search WebGL function allows for plotting 3D graphs in search results. This new feature provides an interactive version of Google’s graphing calculator functionality released last December. As Google recently blogged, “Just type any real two variable function into Google to see a dynamic, interactive, three dimensional plot. Click anywhere in the graph to rotate it to check out different angles, or scale the view by zooming in or out, or by editing the range in your equation or in the lower-right legend box.”


Some functions to try:
  1. sqrt(x*x+y*y)+3*cos(sqrt(x*x+y*y))+5
  2. 5000-140*(x*x+y*y)+(x*x+y*y)^2
  3. sin(x^2+y^2)/(abs(x*y)+1) from -2.5 to 2.5
  4. tanh(y(y^4+5x^4-10(x^2)(y^2))/(x^2+y^2)^4)
  5. (x^2+((3 y)/2-(x^2+abs(x)-6)/(x^2+abs(x)+2))^2)-36
  6. sin(5.5x)*cos(5*y)+x*x+1 x is from -1 to 1, y is from -1 to 1, z is from 0.1 to 2.8
  7. 100-3/(sqrt(x^2+y^2))+sin(sqrt(x^2+y^2)), x is from -10 to 10, y is from -10 to 10, z is from 85 to 101
  8. 5 + (-sqrt(1-x^2-(y-abs(x))^2))*cos(30*((1-x^2-(y-abs(x))^2))), x is from -1 to 1, y is from -1 to 1.5, z is from 1 to 6
  9. sqrt(x*x+y*y)+50*tan(sqrt(x*x+y*y))
  10. exp(-((x-4)^2+(y-4)^2)^2/1000) + exp(-((x+4)^2+(y+4)^2)^2/1000) + 0.1exp(-((x+4)^2+(y+4)^2)^2)+0.1exp(-((x-4)^2+(y-4)^2)^2)
  11. sqrt(cos(3*x))*cos(100*y)+1.5*sqrt(abs(x)) + 0.8 x is from -1 to 1, y is from -1 to 1, z is from 0.01 to 2.5
  12. sqrt(x*y+y*y)+3*sin(sqrt(x*x+y*y))+5 from -20 to 20
  13. sqrt(x*x+y*y)+3*tan(sqrt(x*x+y*y))+10
  14. x^2+y^2+x*y*sin(x+y) from -20 to 20
  15. 1/(sin(abs(x)+x)-cos(abs(y)+y))
  16. sin(5.5x)*cos(5*y)+x*x+1

Wednesday, January 22, 2014

Upcoming must watch Hollywood Movies of 2014

બ્રહ્માંડની યાત્રાએ લઈ જતી સાયન્સ ફિક્શનથી લઈને પૌરાણિક પશ્ચાદ્ભૂ ધરાવતી કથા સુધીની કેટલીય વેરાઇટી હોલિવૂડની આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં જોવા મળવાની છે
 બરાબર એક વર્ષ પછી ઓસ્કર સમારોહમાં કયાં નામો ઊછળી રહ્યાં હશે? બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષે હોલિવૂડની કઈ ફિલ્મો ધૂમ મચાવવાની છે? જોઈએ.
રસલ ક્રો બબ્બે વખત ઓસ્કર જીતી ચૂકેલો એક્ટર છે, તેથી એની દરેક ફિલ્મ આપોઆપ 'મોસ્ટ અવેઇટેડ' બની જાય છે. રસલ હાલ 'નોઆહ' નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. બાઇબલની એક જાણીતી કથા છે. મનુષ્યોનાં પાપનો ઘડો ભરાઈ જવાથી સઘળું નષ્ટ થઈ જવાની સ્થિતિ આવી ગઈ છે. નોઆહ નામના આદમીને દૈવી સંદેશ મળે છે કે તું એક વિરાટ નૌકા બનાવ કે જે આવનારા ભયાનક પૂરમાં તરતી રહી શકે. નોઆહ માણસો ઉપરાંત પશુ-પક્ષીઓને જોડીમાં નૌકા પર આશરો આપે છે કે જેથી સર્વનાશ પછી પણ જીવસૃષ્ટિનું ચક્ર ચાલતું રહે. ફિલ્મનો વિષય જ એવો રસપ્રદ છે કે એના પરથી બનનારી ફિલ્મમાં તબલાંતોડ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ લાવ્યા વગર છૂટકો નથી. 'નોઆહ'ની હિરોઇન જેનિફર કોનેલી છે. મતલબ કે 'ધ બ્યુટીફૂલ માઇન્ડ'ની જોડી અહીં રિપીટ થઈ છે. ૧૩૦ મિલિયન ડોલરના ખર્ચે બની રહેલી 'નોઆહ'ની રાહ જોવાનું ઔર એક સજ્જડ કારણ છે એના ડિરેક્ટર. નતાલી પોર્ટમેનને ઓસ્કર અપાવનાર અફલાતૂન ફિલ્મ 'બ્લેક શ્વાન'વાળા ડેરેન એરોનોફસ્કી 'નોઆહ' ડિરેક્ટ કરી રહ્યા છે.
બાઇબલ પરથી ઔર એક ફિલ્મ આવી રહી છે - 'એક્ઝોડ્સ'. રિડલી સ્કોટ ('થેલ્મા એન્જ લુઇસ', 'ગ્લેડિયેટર') એના ડિરેક્ટર છે. 'અમેરિકન હસલ' ફેમ ક્રિસ્ટિઅન બેલ આ ફિલ્મમાં મોસસ તરીકે દેખાશે. ફિલ્મમાં બેન 'ગાંધી' કિંગ્સલે પણ છે. જોઈએ, આ વર્ષે કોણ મેદાન મારે છે - નોઆહ તરીકે રસલ ક્રો કે પછી મોસસ તરીકે ક્રિસ્ટિઅન બેલ.
'નોઆહ'માં વિરાટ નૌકામાં સવાર થઈને તરતા રહેવાની વાત છે, તો 'ધ ક્રોસિંગ'માં દરિયાઈ માર્ગે એક દેશ છોડીને બીજા દેશમાં જવાનું સાહસ છે. 'ફેસ ઓફ' અને 'મિશન ઇમ્પોસિબલ-ટુ' જેવી ફિલ્મો બનાવનાર જોન વૂ ચાર વર્ષે 'ધ ક્રોસિંગ' લઈને આવ્યા છે. ૧૯૪૯ના રાજકીય વિદ્રોહના માહોલમાં ત્રણ યુગલો જીવ બચાવીને દક્ષિણ ચીનથી તાઇવાન નાસી જવા સમુદ્રી રસ્તો પકડે છે. આ ફિલ્મને અત્યારથી 'ચાઇનીઝ ટાઇટેનિક'નું બિરુદ મળી ગયું છે. ચીન અને સાઉથ કોરિયાના કેટલાક ટેલેન્ટેડ એક્ટર્સને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે.
એકાધિક ઓસ્કર ઉસરડી જનાર 'આર્ગો' પછી એક્ટર-ડિરેક્ટર બેન એફ્લેકનું નામ મોટું થઈ ગયું છે. આ વર્ષે ઓક્ટોબરમાં તેની'ગોન ગર્લ' નામની ફિલ્મ આવશે. આમાં બેન એફ્લેક કેવળ અભિનેતા છે, ડિરેક્શન ડેવિડ ફિન્ચરનું છે. એક નવલકથા પર આધારિત આ ફિલ્મની વાર્તા ચાર લાઇનમાં કહેવી હોય તો, આમાં એફ્લેક અને એની પત્ની પાંચમી વેડિંગ એનિવર્સરી મનાવી રહ્યાં છે. એ જ દિવસે પત્ની અચાનક ગાયબ થઈ જાય છે. એક શક્યતા એવીય ઊભી થાય છે કે ખુદ એફ્લેકે એની હત્યા કરી નાખી હોય. શું રહસ્ય છે આની પાછળ? ફિલ્મમાં ઘણાં ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ છે. મસ્તમજાનું થ્રિલર હશે એવું લાગી રહ્યું છે ફિલ્મની વિગતો વાંચીને.
વાત જો થ્રિલની જ હોય તો ક્રિસ્ટોફર નોલનની 'ઇન્સેપ્શન' આપણાં સૌનાં મનમાં હજુ તાજી છે. નોલનની આગામી ફિલ્મની એના ચાહકો અધ્ધરજીવે રાહ જોઈ રહ્યા છે. એનું ટાઇટલ છે, 'ઇન્ટરસ્ટેલર'. આ એક સ્પેસ સાયન્સ ફિક્શન છે. કથા કંઈક આવી છે. દુનિયામાં વસ્તી એટલી બધી વધી ગઈ છે અને ઋતુઓ એટલી ભયાનક થઈ ગઈ છે કે પૃથ્વી પર હવે વધારે સમય રહી શકાય તેમ નથી. જો બીજા કોઈ ગ્રહ પર શિફ્ટ થવાય તો જ માણસ જાતિ બચી શકે તેમ છે. અત્યાર સુધી અવકાશમાં દૂર સુધી જવામાં એક માનવીય મર્યાદા અંતરાયરૂપ બનતી હતી, પણ સાહસિકોની એક ટુકડીને એવી કશીક તરકીબ જડી જાય છે કે જેની મદદથી તેઓ બ્રહ્માંડમાં કલ્પી ન શકાય એટલું અંતર કાપી શકે છે. આ ફિલ્મ આ વર્ષે જોરદાર તરખાટ મચાવશે એ તો નક્કી. જોકે, આપણે બહુ રાહ જોવી પડશે, કારણ કે 'ઇન્સ્ટરસ્ટેલર' છેક નવેમ્બરમાં રિલીઝ થવાની છે. 'ઇન્સ્ટસ્ટેલર'ની માફક 'ટ્રાન્સેન્ડેન્સ'પણ સાઈ-ફાઈ (સાયન્સ ફિક્શન) છે. આમાં જોની ડેપ એક કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ બન્યા છે. નવી ટેક્નોલોજી વડે એ માણસના દિમાગનું મેપિંગ કરી રહ્યા છે. કશીક ટ્રેજેડી થાય છે અને એની પત્ની રેબેકા હોલે ખુદનું માઇન્ડ કમ્પ્યૂટરમાં 'અપલોડ' કરવું પડે છે! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યની બૌદ્ધિક ક્ષમતાને પણ ઓળંગી જાય તો શું થાય? ફિલ્મના પાયામાં આ સવાલ છે. પ્રશ્ન જેટલો ઇન્ટરેસ્ટિંગ છે, ફિલ્મ એટલી જ મજેદાર હોવાની. 'ધ ડાર્ક નાઇટ' સિરીઝ, 'ઇન્સેપ્શન' અને 'મનીબોલ' જેવી સુપરહિટ ફિલ્મોની ફાંકડી સિનેમેટોગ્રાફી કરનાર વોલ ફિસ્ટર પહેલી વાર 'ટ્રાન્સેન્ડેન્સ'માં ડિરેક્ટર બન્યા છે. જોની ડેપની ઔર એક ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે- 'ઇન ટુ ધ વુડ્સ'. ઝાકઝમાળભરી મ્યુઝિકલ 'શિકાગો' બનાવનાર રોબ માર્શલ આ ફિલ્મના ડિરેક્ટર છે.
હોલિવૂડની વીતેલા જમાનાની એક્ટ્રેસ ગે્રસ કેલી એક દંતકથારૂપ નામ છે. એના જીવન પરથી એક ફિલ્મ બની રહી છે, 'ગ્રેસ ઓફ મોનેકો'. ગ્રેસ કેલીએ મોનેકોના પ્રિન્સ રેઇનીઅર ત્રીજા સાથે લગ્ન કર્યાં હતાં. ૧૯૬૦ના દાયકામાં ફ્રાન્સે મોનેકો પર આક્રમણ કર્યું હતું, પણ કેલીના પ્રયત્નોથી કટોકટી ટળી હતી. આ એક સત્યઘટના છે. ટાઇટલ રોલ નિભાવ્યો છે નિકોલ કિડમેને. ગ્રેસ કેલીથી સીધા એન્જેલિના જોલી પર આવીએ. હોલિવૂડની આ સુપરસ્ટારની 'મેલિફિસન્ટ' નામની ફિલ્મ આ વર્ષના મધ્યમાં આવવાની છે.
નિકોલ કિડમેનના એક્સ હસબન્ડ ટોમ ક્રુઝ શું કરે છે આજકાલ? જવાબ છે, 'એજ ઓફ ટુમોરો' નામની ફિલ્મ. 'વોર ઓફ ધ વર્લ્ડ્ઝ'માં આપણે ટોમભાઈને એલિયન્સ સામે બાખડતા જોયા હતા. આ કામ જાણે અધૂરું રહી ગયું હોય તેમ 'એજ ઓફ ટુમોરો'માં પણ ટોમ ક્રુઝ પરગ્રહવાસીઓ સામે નવેસરથી સંઘર્ષ કરશે. વાર્તા કંઈક એવી છે કે ટોમ આમાં બિનઅનુભવી સોલ્જરનો રોલ નિભાવે છે. જો એ વારંવાર મૃત્યુ પામે તો જ એલિયન્સને અટકાવી શકે તેમ છે! 'ઓલ યુ નીડ ઇઝ કિલ' નામની જાપાની નોવેલ પરથી આ ફિલ્મ બની રહી છે. બ્લોકબસ્ટર બનવાનો એમાં પૂરો મસાલો છે. 'ધ બોર્ન આઇડેન્ટિટી' ફેમ ડગ લિમેન તેના ડિરેક્ટર છે.
'ધ હન્ડ્રેડ-યર-ઓલ્ડ મેન હુ ક્લાઇમ્બ્ડ આઉટ ધ વિન્ડો એન્ડ ડિસઅપીઅર્ડ'. આ વાક્ય નથી, ફિલ્મનું લાંબુંલચ ટાઇટલ છે! જોનાસ જોનાસન નામના લેખકના બેસ્ટસેલર પુસ્તક પર આધારિત આ ફિલ્મની થીમ કમાલની છે. સો વર્ષના એક દાદાજી છે. એમનો જીવનરસ હજુય ઓછો થયો નથી. એમને થાય છે કે સદી ફટકારી દીધી તો શું થઈ ગયું, હું હજુય મારું જીવન નવેસરથી શરૂ કરી શકું તેમ છું. સૌમ્ય જોશીના અફલાતૂન નાટક '૧૦૨ નોટ આઉટ'ના પેલા ઊર્જાથી છલકતા વૃદ્ધ પિતાજી યાદ આવી ગયાને?
આ સિવાય આ વર્ષે ટિપિકલ બ્લોકબસ્ટર ફિલ્મો તો આવવાની છે જ. જેમ કે, 'ગોડઝિલા',   'ડોન ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ', 'ધ હંગર ગેઇમ્સઃ મોકિંગજે પાર્ટ વન', 'ધ અમેઝિંગ સ્પાઇડરમેન - ટુ', 'ધ એકપાન્ડેબલ્સ - થ્રી', 'ટ્રાન્સફોર્મર્સ - ફોર', 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ - સેવન', 'થ્રી હન્ડ્રેડઃ રાઇઝ ઓફ એન અમ્પાયર' વગેરે. વળી, કામરસથી છલકાતી બેસ્ટસેલર 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'પરથી બની રહેલી ફિલ્મ પણ ઘણું કરીને આ જ વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મોની આ સૂચિ અફકોર્સ સંપૂર્ણ નથી જ. અહીં ઉલ્લેખ પામી ન હોય એવી કેટલીય ફિલ્મો હોવાની જે આ વર્ષે તરખાટ મચાવશે. એન્જોય!
(Reference Sandesh newspaper columm 'multiplex' article of Sishir Ramavat)

Thursday, August 15, 2013

How to remove Shortcut Virus without antivirus software

                Now a days, all PC users  are irritating from new virus which creates shortcuts in your pen-drive This virus is not removed by many famous antivirus software like Avira, McAfee, Avast,Quick-heal etc.

But you can remove this virus very easily in only three steps!!!!!!!

1. Open task manager by pressing ctrl+shift+esc. go to the process and end the process of wscript.exe <or> vbscript.exe.
2. Open temp folder in following path C:\Users\"user_name"\AppData\Local\Temp  or open run and type %temp%.Now  search *.vbs file and permanently delete it.
3. Open run window and type msconfig then in startup window disable the startup of *.vbs or wscript.

all done now formet the pendrive and reinsert it now shortcut will not create if you want to make recovery of pendrive data then open cmd and type following coomand attrib -r -s -h /s /d g:\*.*


Note: Next time  turn auto play off in control panel  and always open  pendrive by right click on drive and choose open in new window option, so auto-run files will not run and virus will not enter in your pc.  I hope my instructions will help you.


Monday, July 15, 2013

How to secure your Wi-Fi connection perfectly???

આજે વાઇફાઇ સિસ્ટમનો ઉપયોગ વધ્યો છે. કેટલીક ખાણીપીણીની જગ્યાએ તો ફોન અને લેપટોપ સાથે વાઇફાઇ કનેક્શન દ્વારા ઇન્ટરનેટ ફ્રીમાં ઉપયોગ કરવાનું પ્રલોભન આપવામા આવે છે. શહેરમાં કેટલીક જગ્યાઓ પર વાઇફાઇ ઝોન પણ સિક્યોરિટી સિવાયના છે. વાઇફાઇ નેટવર્કના પાસવર્ડને ખોલવા અને તેને એકસેસ કરવા માટે પાયરેટેડ હેકિંગ સોફટવેરની સીડીઓ સહેલાઇથી ડુપ્લિકેટ સીડીની લારીઓ પર મળી રહે છે. આવા સમયે પોતાના ફોનને સિક્યોર રાખવા અગત્યની એપ્લિકેશન બજારમાં આવી છે. આ એપનું નામ છે હોટસ્પોટ શિલ્ડ. આ એપ્લિકેશન ફોનને વાઇફાઇ ઝોનમાં ફોનહેકિંગ સામે રક્ષણ આપે છે.
કેવી રીતે મહત્ત્વની છે આ એપ?
સામાન્ય રીતે ફાસ્ટફૂડના બજાર કે મોલ જ્યાં વાઇફાઇ ઝોન ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવે છે. આવી જગ્યાએ ગ્રાહક કે સામાન્ય વ્યક્તિઓ ફોન, ટેબ, લેપટોપ દ્વારા ફ્રી નેટનો ઉપયોગ કરે છે. આવી જગ્યાએ વાઇફાઇને કનેક્ટ કરવા ફોનને ટેકનિકલ રીતે એક પાસવર્ડ આપવામા આવે છે. ત્યારબાદ ફોનમાં કનેક્શન મળ્યા બાદ સહેલાઇથી નેટનો ઉપયોગ કરી શકાય છે. પણ વાત અહીંયાં અટકતી નથી. વાઇફાઇ ઝોનમાં કનેક્ટ કર્યા બાદ ફોનની માહિતી જે તે હોટસ્પોટ વાઇફાઇ નેટવર્ક ઓપરેટર જોઇ શકે છે. ફોનમાં અમુક ઓપ્શન ફોનને નેટવર્કમા ઓપન કરી દેતા હોય છે. વળી દરેક ડિવાઇસ જે ઇન્ટરનેટ નેટવર્કમાં કનેક્ટ થાય તેનું ચોક્કસ આઇ.પી એડ્રેસ હોય છે. એક વાર ફોનનું આઇ.પી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ જાહેર સ્થળે નેટ વાપરતા જાહેર થઇ જાય છે. નંબર પબ્લિકમાં જાહેર થઇ જાય અને નેટસર્વિસ પ્રોવાઇડર કે ફોનની સીમકાર્ડ પ્રોવાઇડર કંપની ફોનમાં ડાયનેમિક આઇ.પી નંબર આપતી ના હોય ત્યારે ફોનને આઇ.પી નંબર લોકેશન ટ્રેસ કરી શકાય છે. આ સિવાય ફોનને કે ટેબને વાઇફાઇ નેટવર્કમાંથી ચોરી (હેક) થવાનો ભય રહે છે. બદલાતા સમય સાથે કોમ્પ્યુટરનું સ્થાન સ્માર્ટ ફોને લીધું છે માટે સિક્યોરિટી રિસ્ક ફોનમાં ઓછું હોવાને લીધે હેકર્સ માટે ફોન સોફટ ટાર્ગેટ બન્યા છે ત્યારે આ એપ ફોનને સિક્યોર રાખવા ઉપયોગી છે.
કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન અન્ય એપ્લિકેશનની જેમ જ સહેલાઇથી ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમજ આ એપ્લિકેશન ગૂગલ માર્કેટ અને ગૂગલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ વાઇફાઇ એનેબલ્ડ એનડ્રોઇડ ફોનમાં સહેલાઇથી ઇન્સ્ટોલ થઇ જાય છે. વાઇફાઇ એનેબલ્ડ એનડ્રોઇડ વર્ઝન ૨.૦થી ૪.૦ સુધી આ એપ સપોર્ટ કરે છે. આ એપનું આઇફોન વર્ઝન પણ ઉપલબ્ધ છે.http://www.hsselite.com/sign-up ઉપલબ્ધ લિન્ક પર આઇફોનને રજિસ્ટર કરવો પડે છે.
આ એપનો ઉપયોગ કેવી રીતે કરશો ?
 CNET, PC WORLD, CNN and PC Magazine જેવી મહત્ત્વની કંપનીઓ આ એપને વખાણે છે. કેટલાક નવા ફોનને બીજા એકથી વધારે ફોન સાથે વાઇફાઇથી કનેક્ટ કરી શકાય છે. આવાં ફોન કનેક્શન દરમિયાન સિક્યોરિટી માટે આ એપ ઉપયોગી છે. હેકરને આ એપ તમારા ફોનથી દૂર રાખે છે. આ એપ દ્વારા નેટવર્કમાં ફોન આઇ.પીને બ્લેન્ક (નંબર વગરનું )રાખી શકાય છે. જેથી ફોનને ડિવાઇસ આઇ.પીથી શોધી શકાતું નથી, તેમજ આઇ.પી વગર ટ્રેસ કરી શકાતું નથી. ફોનની એકસેસ માહિતી લોગ, કોન્ટેક્ટ,એસએમએસ પણ વાઇફાઇ પર સિક્યોર રાખે છે. આ એપ દ્વારા એકસેસમાં કોઇ પણ તકલીફ માટે https://hsselite.zendesk.com/home દ્વારા કોઇ હેલ્પ મળી રહે છે.
નુકસાન!!!!!!!!!!!!! : અમુક શાળા કે કોલેજની જગ્યાએ બોર્ડ લખેલું હોય છે કે આ વાઇફાઇ ઝોન છે. પણ કેટલીક વાર તેઓ નેટમાં YouTube, Facebook, Hulu, Netflix, BBC પણ તેઓ જેવી હાઈ બેન્ડવિથ ઇન્ટરનેટ સાઇટો લોક રાખે છે. આ સાઇટોનો ઉપયોગ આ એપ્લિકેશન ખોલી આપે છે(!!!!!!!!!!!!!!). આ એપનો ઉપયોગ ફક્ત વાઇફાઇ સાથે શક્ય છે.

Wednesday, June 26, 2013

How to share file larger than 25 mb on Internet

જો તમારે કોઈ મોટી ફાઈલને કોઈની સાથે ઈન્ટરનેટ પર શેર કરવી હોય તો તેના બે રસ્તા છે, એક તો તમે એ ફાઈલને મેઈલ માં અટેચ કરીને મોકલી શકો છો અથવા તો ફાઈલ એટલી મોટી હોય કે ઈમેઈલમાં ના આવી શકે તો કોઈ ઓનલાઈન સ્ટોરેજ સર્વરમાં અપલોડ કરો અને તેની ડાઉનલોડ લીંક મેઈલમાં મોકલો અને તે લીંકથી ડાઉનલોડ કરાવો.
તો હવે આપણે એવા સર્વિસ પ્રોવાઇડર વિષે ચર્ચા કરીએ જે આવી સર્વિસ આપે છે અને તેનાથી ઈન્ટનેટ પર મોટી ફાઈલ શેર કરવી ઘણીજ આસાન થઇ જાય છે અને તદન ફ્રી પણ છે.
૧. ફાઈલને ઈમેઈલ દ્વારા શેર કરવી:
જીમેઇલ ૨૫ એમબી થી મોટી ફાઈલને ઈમેઈલમાં અટેચ કરવાની સુવિધા નથી આપતું. તેના અવેજી તરીકે હોટમેઈલ ૧૦ જીબી સુધીના અટેચમેન્ટ કરવાની સુવિધા આપે છે, પરંતુ એક ફાઈલ ૫૦ એમબીથી મોટી ના હોવી જોઈએ.
એચજે સ્પ્લીટ જેવી યુટીલીટી થી તમે કોઈ પણ ફાઈલ ના ઈચ્છો તેટલા ટુકડા કરી શકો છો અને ઈચ્છો ત્યારે એ ટુકડાઓને જોડી પણ શકો છો. તેમજ તમે કોઈ ફાઈલને વિનરાર કે ઝીપ જેવા સોફ્ટવેર થી પણ રાર કે ઝીપ માં કન્વર્ટ કરી શકો છો અને કન્વર્ટ કરતી વખતે તેના ટુકડા કરી શકો છો. અને જયારે તમે તેને અનઝીપ અથવા અનરાર કરો ત્યારે તે ફરી એક મોટી ફાઈલ બની જાય છે. તો આવી ફેસીલીટી દ્વારા તમે ફાઈલના ટુકડા કરી અને મોટી ફાઈલ ને હોટમેઈલ માં અટેચ કરી શકો છો.
પરંતુ હવે પ્રોબ્લેમ એ થાય કે મોટા ભાગના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને ઇવન જીમેઇલ પણ ખુબ મોટી ફાઈલ અટેચ કરી હોય એવા ઈમેઈલ ને રિસીવ નથી કરતુ. આથી બધી મહેનત પાણી માં જાય છે.જો તમે જેને મેઈલ મોકલતા હોય એ ઈમેઈલ અડ્રેસ પણ હોટમેઈલનું જ હોય અથવા ફાઈલ ૫૦ એમ બી કરતા નાની હોય ત્યાં સુધી ઠીક છે, બાકી આ સુવિધાનો કોઈ જ અર્થ રહેતો નથી. તો હવે આપને જોઈએ ઈમેઈલ વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી.

૨. ફાઈલને ઈમેઈલ સર્વિસ વગર શેર કરવી:
ઈમેઈલ વગર કોઈ ફાઈલને શેર કરવી હોય તો તેનો બેસ્ટ રસ્તો કોઈ હોય તો એ છે 1.)ડ્રોપબોક્ષ એક વખત તમે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધી પછી તમે ૨ જીબી સુધીની ફાઈલ ને ઈન્ટરનેટ પર અપલોડ કરી શકો છો અને તેની લીંક તમે કોઈને ઈમેઈલમાં મોકલી શકો છો. અને આ લીંક થી તે ફાઈલ સીધીજ ડાઉનલોડ કરી શકાય છે. જો ફ્રી એકાઉંટ હોય તો તમને ટોટલ ૨ જીબી સુધીનું ઓનલાઈન સ્ટોરેજ મળે છે. એટલે કે તમારી ઈન્ટનેટ પર ૨ જીબી ની પર્સનલ ડ્રાઈવ. હવે જો તમારે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો તમે સીધુ જ ડ્રોપબોક્ષની વેબસાઈટ પર કોઈ પણ ફાઈલને અપલોડ કરી શકો છો. પરંતુ એ ફાઈલ ૩૦૦ એમ બી થી મોટી ના હોવી જોઈએ.
2).બીજો રસ્તો છે ગૂગલ ડોક્સ. ગૂગલ ડોક્સ માં તમે ૨૫૦ એમ બી સુધી ની કોઈ પણ ફોરમેટ ની ફાઈલ અપલોડ કરી શકો છો. તેમાં તમને ટોટલ ૧ જીબી જેટલું સ્ટોરેજ કરવા મળે છે. હવે આ બંને સર્વિસ માં એક જ પ્રોબ્લેમ છે અને એ છે કે તમે રીઝ્યુંમ ના કરી શકો. એટલે કે એક વખત ફાઈલ ડાઉનલોડ કે અપલોડ કરતી વખતે ઈન્ટરનેટ બંધ થઇ ગયું અથવા ડાઉનલોડ કે અપલોડ અટકી ગયું તો આખી ફાઈલ ફરી વાર ડાઉનલોડ કે અપલોડ કરવી પડે. અને જેને સ્લો ઈન્ટનેટ હોય તેમના માટે આ સુવિધા ખરેખર માથાના દુખાવા જેવી સાબિત થઇ શકે છે.
સ્કાય ડ્રાઈવ પણ આવી જ સર્વિસ પ્રોવાઇડ કરે છે અને તે માઈક્રોસોફ્ટની પોતાની સર્વિસ છે. સ્કાઈડ્રાઈવ ૨૫ જીબી સુધીનું સ્ટોરેજ સ્પેસ આપે છે. પરંતુ ૫૦ એમબી થી મોટી ફાઈલ તમે અપલોડ કરી શકતા નથી. આથી તમારે મોટી ફાઈલના ટુકડા કરવા પડે અને પછી તેને અપલોડ કરવા પડે.

૩ . કોઈપણ જાતના સાઈનઅપ કે લોગીન વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી:
જો તમારે ખુબજ મોટી ફાઈલને શેર કરવી હોય અને તમારું એકાઉંટ ઉપરની કોઈ પણ સર્વિસ કે વેબસાઈટમાં ન હોય અને તમને ફાઈલ શેર કરવાની ઉતાવળ હોય અને જલ્દી થી કામ પતાવવું હોય તો યુસેન્ડઈટઅને વીટ્રાન્સફર જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં તમારે ફક્ત વેબસાઈટ ઓપન કરવાની અને ફાઈલ અપલોડ કરવાની અને જેને ઈમેઈલ માં આ લીંક મોકલવાની હોય તેનું ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરી અને સેન્ડ બટન દબાવી દો. બસ થઇ ગઈ ફાઈલ શેર. વીટ્રાન્સફર ૨ જીબી સુધીની ફાઈલ શેર કરવા આપે છે જયારે યુસેન્ડઈટ નું ફ્રી વર્ઝન ૧૦૦ એમબી સુધીની ફાઈલ અપલોડ કરવા આપે છે.
                                                                                   - OO8