Tuesday, February 17, 2015

Gujarati Jokes

પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ-ગોરો, બાળકો નથી.)
**********
એક રિક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કા ઈન્તેજાર….’
અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી. એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ  ઝૂમ કે !’
**********
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો. બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન મંગાવો…..’
કનુ કડકો કહે : ‘એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ન હોત ?’
**********
ઈન્ટરવ્યૂ લેનાર : ‘તારું ક્વૉલિફિકેશન શું છે ?’
બન્તા : ‘હું પી.એચ.ડી. છું.’
ઈન્ટરવ્યૂ લેનાર : ‘કારકુન ની નોકરી માટે પીએચડી ?’
બન્તા : ‘હા, પાસ્ડ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી !’
**********
સ્કૂલમાં આગ લાગી ગઈ.
આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
પણ એક છોકરો ઉદાસ હતો.
બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
**********
સન્તા : ‘યાર બન્તા, યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?’
બન્તા : ‘ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈં.’
સન્તા : ‘તબ તો બડી ગલતી હો ગઈ.’
બન્તા : ‘ક્યા હુઆ ?’
સન્તા : ‘મૈં તો ટેલર કો દે આયા !’
**********
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
**********
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું લાગેલું હતું :
‘પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું !’
**********
એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે. ટ્રેન દૂરથી આવી રહી છે. પોતે હજી પાટાથી ઘણો દૂર છે. એ ફટાફટ ગણતરી કરવા માંડે છે….
વી (ટ્રેનની સ્પીડ) = 100 કિમિ.
ડી (ડિસ્ટન્સ) = 1 કિ.મી.
ડબ્લ્યુ (વજન) = 65 કેજી.
આઈ (ઈમ્પેક્ટ) = 1000 ટન.
હવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર ટ્રેનના એન્જિન આગળ પહોંચી શકું ? ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ?… એ રૂમ તરફ પાછો દોડ્યો !
**********
બે મિત્રો સંગીતનો કાર્યક્રમ માણવા ગયેલા, થોડીવાર પછી એક મિત્રે બીજાને કોણી મારીને કહ્યું, ‘જો ને ! પેલો પહેલી હરોળમાં બેઠો છે તે કેવો ઊંઘે છે ! એને સંગીતમાં સમજણ ન પડતી હોય તો અહીં શું કામ આવ્યો હશે ?’
બીજા મિત્રે કહ્યું, ‘અરે ! બુદ્ધુ ! આટલી વાત કરવા માટે તે મારી ઊંઘ બગાડી !’
**********
પતિ : તારા વિના હું એકલો રહી શકતો નથી.
પત્ની : એટલે તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને વિધુર બનાવવાને બદલે મને વિધવા બનાવે.
**********
શાંતાબહેન પિયર ગયા હતા. શાંતિલાલના અનેક પત્રો છતાં પાછા આવવામાં વિલંબ કરતા હતા.
છેવટે શાંતિલાલે એક યુક્તિ કરી. તેણે શાંતાબહેનને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે, ‘સામેવાળા સરલાબહેન મારું બહુ ધ્યાન રાખે છે. રોજ ગરમ રસોઈ જમાડે છે અને જે કાંઈ જોઈતું હોય તે આપી જાય છે.’
ટપાલ મળતાં જ શાંતાબહેન ઘેર આવવા રવાના થયા.
**********
પત્ની (પતિને ઉત્સાહથી) : હું બ્યૂટીપાર્લરમાં જઈને આવી !
પતિ : કેમ, પાર્લર બંધ હતું !
**********
પપ્પા : બેટા, કંઈ વાંધો નહીં. તારી કિસ્મતમાં નાપાસ થવાનું લખ્યું હશે.
પિન્ટુ : પાપા, એ તો સારું થયું કે હું આખું વર્ષ ભણ્યો નહીં, નહિ તો બધી મહેનત નકામી જાત.
**********
ટીના : પપ્પા, જીભને કેટલા પગ હોય ?
પપ્પા : એક પણ નહિ.
ટીના : તો મમ્મી મને એમ કેમ કહે છે કે ટીના તારી જીભ બહુ ચાલે છે.
**********
હું તને પાંચ છ વાર કહી ચૂક્યો છું, પરંતુ તે જે રકમ ઉધાર લીધી છે, તે હજી સુધી પાછી નથી આપી.’
‘તે પણ દસ-બાર વાર માગ્યા પછી જ ઉધાર આપ્યા હતા ને.’
**********
શેઠાણી : અરે ! ગાંડી આટલી બધી વાર ક્યાં કરી ?
નોકરાણી : શેઠાણી ! હું સીડીઓ ઉપરથી પડી ગઈ હતી એટલે.
શેઠાની : તો શું પડવામાં આટલી બધી વાર લાગે ?
**********
મનિયો પરીક્ષાખંડના દરવાજે બેસી પરીક્ષા આપતો હતો. સુપરવાઈઝર ફરતાં ફરતાં મનિયાના પરીક્ષાખંડ પાસે આવ્યા.
મનિયાને દરવાજા પાસે બેઠેલો જોઈ પૂછ્યું, “મનિયા, તું અહીં દરવાજા પાસે બેસીને શા માટે પરીક્ષા આપે છે ?”
“સાહેબ, આ મારી એન્ટ્રન્સ એક્ઝામ છે.”
**********
એક સ્ત્રી કાછિયાને કહેતા હતી : જો શાકભાજી ખરાબ નીકળશે તો રાંધેલાં પાછાં લાવીશ.
કાછિયાએ જણાવ્યું : તો પછી એમ કરજો. સાથે બેચાર રોટલીઓ પણ લેતાં આવજો.
**********
શિક્ષક : તારે કેટલી આંગળી છે ?
વિદ્યાર્થી : દશ.
શિક્ષક : શાબાશ, આ દશમાંથી ચાર આંગળીઓ જતી રહે તો તારી પાસે શું રહેશે ?
વિદ્યાર્થી : તો સર મારે હોમવર્ક કરવાનું રહેશે નહિ !
**********
મગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે ?’
છગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં ?’
મગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે ?’
છગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’
મગન : ‘કેમ ?’
છગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ ?’
**********
પત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’
પત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે ?’
પતિ : ‘સહન શક્તિ.’
**********
સુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’
પંડિત : ‘એ દેવોની ભાષા છે.’
સુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ‘ને નરકમાં ગયો તો ?’
સુરતી : ‘તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !’
**********
માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’
થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
**********
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
**********
ડૉક્ટરે હ્રદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા, ‘હવે હું તમને કાલે જોઈશ.’
ચુનીલાલ, ‘તમે તો મને કાલે જોશો પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહીં ?’
**********
મોન્ટુ પહેલી વાર વિમાનમાં બેઠો હતો.
વિમાન રન-વે પર દોડી રહ્યું હતું. મોન્ટુને ગુસ્સો આવ્યો એટલે એ પાયલોટ પાસે ગયો અને કહ્યું,
‘એક તો પહેલેથી જ મોડું થયું છે અને હવે તમે બાય રોડ લઈ જાઓ છો !'
**********
બારમા ધોરણમાં નાપાસ થયેલા નયનેશે એના પપ્પાને કહ્યું, ‘ખરાબ અક્ષરો નડ્યા, નહિતર હું પાસ થઈ જાત.’
‘પણ તારા અક્ષર તો ખૂબ જ સારા છે ને !’ પપ્પાએ કહ્યું.
‘તમે ગોઠવેલો જે માણસ મને કાપલીઓ દેવા આવતો હતો એના અક્ષર બહુ ખરાબ હતા.’
**********
ડોક્ટર, ‘તમારી કિડની ફેઈલ થઈ ગઈ છે.’
મોન્ટુ, ‘શું મજાક કરો છો… મારી કિડની તો ક્યારેય સ્કૂલે ગઈ જ નથી.’
**********
શિક્ષક : ‘વિટામીન ‘સી’ સૌથી વધારે કઈ ચીજમાં હોય છે ?’
બાળક : ‘મરચામાં.’
શિક્ષક : ‘એ કઈ રીતે ?’
બાળક : ‘મરચાં ખાવાની સાથે જ બધા સી-સી કરવા માંડે છે.’
**********
છોકરો : ‘વ્હાલી, તારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લાં છે.’
છોકરી : ‘સેન્ડલ કાઢું કે….’
છોકરો : ‘કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે !’
**********
એક સુંદર યુવતી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. તેને જોઈને એક નવયુવાન બોલ્યો :
‘ચાંદ તો રાત્રે નીકળે છે, આજે દિવસે કેમ નીકળ્યો ?’
યુવતી બહુ હાજરજવાબી હતી. તે બોલી : ‘અરે ઘુવડ તો રાત્રે બોલે છે, આજે દિવસે કેમ બોલ્યું ?’
**********
મોડી રાત્રે એક વ્યક્તિ સુમસામ સડક પર જઈ રહ્યો હતો. રસ્તામાં તેને બે માણસો મળ્યાં.
એક બોલ્યો : ‘સાહેબ, તમે પચાસ પૈસાનો એક સિક્કો આપશો ?’
પેલાએ કહ્યું : ‘જરૂર આપીશ. પરંતુ તમે તે સિક્કાનું શું કરશો ?’
પેલા માણસે જણાવ્યું : ‘અમે બંને મિત્રો છીએ. આથી ટોસ કરીને અમારે જાણવું છે કે કોણ તમારી ઘડિયાળ લેશે અને કોણ પૈસા !’
**********
ફિલ્મ નિર્માતાએ એક ફિલ્મ બનાવી. તેનું નામ રાખ્યું :
‘અલીબાબા અને વીસ ચોર’
ઉદઘાટનના સમયે કોઈકે નિર્માતાને પૂછ્યું કે :
‘ભાઈ, અમે તો એમ સાંભળ્યું છે કે અલીબાબા અને ચાલીસ ચોર હોય, પણ આ તમે અલીબાબા અને વીસ ચોર એવું નામ કેમ રાખ્યું ?’
‘શું કરીએ ભાઈ ?’ નિર્માતાએ ચોખવટ કરી, ‘બધી મંદીની અસર છે !’
**********
ગુજરાતી પ્રોફેસરની સાઈકલમાંથી કોઈ હવા કાઢી ગયું.
પ્રોફેસરે કલાસમાં આવીને ગુસ્સો કંઈક આ રીતે વ્યક્ત કર્યો : ‘મારી દ્વિચત્રિકાના અગ્રચક્રમાંથી વાયુ મુક્ત કરવાનું દુષ્કૃત્ય કોના હસ્તે કરાયું છે ?’
**********
જૂના પુરાણા કિલ્લાને જોઈ રહેલા એક ટુરિસ્ટે ગાઈડને પૂછ્યું : ‘આ કિલ્લામાં ભૂત રહે છે એ વાત સાચી ?’
ગાઈડ કહે : ‘અરે સાહેબ, હું તો આટલા વરસોથી આ જ કિલ્લામાં દિવસ-રાત ફરું છું. મેં તો કોઈ દહાડો કોઈ ભૂતબૂત નથી જોયું.’
ટુરીસ્ટ : ‘અચ્છા, તમે આ કિલ્લામાં કેટલા વરસથી રહો છો ?’
ગાઈડ : ‘300 વરસથી….!’
**********
એક કેદી (બીજા કેદીને) : ‘તને મળવા કેમ કોઈ નથી આવતું ? શું તારે કોઈ સગાં નથી ?’
બીજો કેદી : ‘છે ને ! સગા તો ઘણા છે ! પરંતુ બધા જેલમાં છે !’
**********
સન્તા એક હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને કહેવા લાગ્યો :
‘ડૉકટર, આ પ્લાસ્ટીકની ડોલમાં કાણું પડ્યું છે. જરા સાંધી આપો ને ?’
ડૉકટર બગડ્યા : ‘કંઈ ભાન-બાન છે કે નહિ ? તને ખબર છે હું કોણ છું ?’
સન્તા : ‘કેમ બહાર બોર્ડ તો માર્યું છે : પ્લાસ્ટીક સર્જરી વોર્ડ !’
**********
કડકાસિંહ એમનો મોબાઈલ લઈને રિચાર્જ કરાવવા ગયા. દુકાનદારે પૂછ્યું :
‘કેટલાનું કરાવવાનું છે ?’
કડકાસિંહ કહે : ‘દસનું કરી દે.’
દુકાનદાર : ‘એમાં 7 રૂપિયાનો ટોકટાઈમ મળશે.’
કડકાસિંહ : ‘વાંધો નંઈ 3 રૂપિયાની ખારીસીંગ દઈ દે જે !’
**********
અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે – ‘નેશનલ’ અને ‘ઈન્ટરનેશનલ’
બન્તાસિંહ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : ‘અન્ડર કન્સ્ટ્રકશન’ અને ‘ટેક ડાયવરઝન’ !’
**********
પતિ-પત્નીમાં ઝઘડો થયો. પત્નીએ પતિની બરોબર ધૂલાઈ કરી નાંખી.
બીજે દિવસે સવારે પતિએ પત્નીને એક વાટકો ભરીને દૂધ આપ્યું. પત્ની છણકો કરીને બોલી : ‘કેમ, મસ્કા મારો છો ?’
પતિએ કહ્યું : ‘ના, આજે નાગપંચમી છે ને !’
**********
સન્તાસિંહ અડધી રાતે સાઈકલ લઈને કબ્રસ્તાનમાં ઘૂસી ગયો. આંખો મીંચી ને એકદમ ઝડપથી સાઈકલ ચલાવીને બહાર નીકળી ગયો. પરસેવો લૂછતાં બહાર ઊભેલા માણસને તેણે પૂછ્યું : ‘ઓયે ! યે કૌન સા રોડ થા જિસમે ઈતને સારે બમ્પ થે ?’
**********
નટુ : ‘તને એક જોરથી થપ્પડ મારીશને તો તું દિલ્હી જઈને પડીશ.’ ગટુ : ‘ઠીક છે. પણ જરા ધીરેથી મારજે. મારે જયપુરમાં થોડુંક કામ છે….’
**********
શિક્ષક : ‘જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે ગણિતમાં મને 100માંથી 100 માર્ક આવતા હતા.’
વિદ્યાર્થી : ‘એ તો તમને કોઈ સારા સાહેબ ભણાવતા હશે ને એટલે….!’
**********
કૉલેજના પ્રોફેસર છગને બી.કોમમાં એકાઉન્ટનો પીરીયડ લેતાં પૂછ્યું : ‘એક સવાલ છે. તમારી પાસે બાર સફરજન છે અને માણસ પંદર છે તો તમે સફરજન સરખા ભાગે દરેકને કઈ રીતે વહેંચી શકશો ?’
‘સીધી અને સહેલી વાત છે.’ લલ્લુએ જવાબ આપ્યો.
‘બોલો તો, જવાબ આપો….’
‘સાહેબ, બારે સફરજનનો જ્યુસ કાઢીને….’ લલ્લુએ કહ્યું.
**********
આળસુના સરદાર છગન, મગન અને ચમન ચા પીતા પીતા ગપાટા મારી રહ્યાં હતાં.
‘મને સૂતાં પછી ઊંઘ આવતા ત્રણ કલાક થાય છે.’ છગને કહ્યું.
‘ત્યારે મારે જુદું છે.’ મગને કહ્યું, ‘મને ઊંઘ તો પથારીમાં સૂતા ભેગી આવી જાય છે પણ સવારે ઉઠતા ત્રણ કલાક લાગે છે. તારું શું છે ચમન ?’
ચમન બોલ્યો : ‘મને તમારા જેવું નથી પણ પથારી પાથરતા મારે ત્રણ કલાક થાય છે.’
**********
ગીફટ આર્ટિકલની દુકાનના માલિક છગને એક દિવસ દુકાનમાંથી બહાર નીકળતા મગનને પૂછ્યું : ‘સાહેબ, મારે તમને એક વાત પૂછવી છે.’
‘હા, બોલોને..!’ મગન બોલ્યો : ‘શું વાત છે ?’
‘મારું કહેવું એમ છે કે…’ છગને કહ્યું, ‘આપ અમારી દુકાને દરરોજ આવો છો, અંદર આંટો મારો છો, બધું જુઓ છો પણ આપ કશું ખરીદતા નથી. તો મને થાય છે કે આપ કેમ કંઈ લેતાં નથી ?’
‘અચ્છા !’ મગન બોલ્યો : ‘લ્યો તો આ સો રૂપિયાની નોટ…. એમ કરો, એની પચાસની બે નોટ આપો…’
**********
જજ : ‘છગન, તારા ઉપર આરોપ છે કે તું લગ્નના પંદર દિવસ પછી પત્નીને છોડીને અચાનક ભાગી ગયેલો. બોલ તારે એના બચાવમાં શું કહેવું છે ?’
છગન : ‘સાહેબ, બચાવ કરવા જેટલો હું શક્તિશાળી હોત તો ઘર છોડીને ભાગી શું લેવાને જાત ?’
**********
શેઠ : ‘જો આ દુકાનમાં કામ કરવું હોય તો એક વાત હંમેશા યાદ રાખજે કે ગ્રાહક કદી ખોટો હોતો નથી. ચાલ, હવે બોલ જોઈએ, હમણાં પેલા ભાઈ આવ્યા હતાં એ શું કહેતા હતા ?’
નોકર : ‘એ કહેતા હતા કે આ દુકાનનો માલિક ગાંડો છે !’
**********
છગન : ‘તને ખબર છે ?’
મગન : ‘શું ?’
છગન : ‘પતિ કુટુંબનું માથું છે પણ પત્ની એની ડોક છે.’
મગન : ‘હા ભઈ ! એ તો જ્યાં ડોક ફરે ત્યાં માથું જાય !!’
**********
નટુ : ‘તારા પિતાજી દરજી છે તોય તારું શર્ટ ફાટેલું છે ? ખરેખર, આ તો બહુ શરમજનક વાત છે….’
ગટુ : ‘મારી વાત છોડ. તારી વાત કર. શરમજનક વાત તો એ છે કે તારા પિતાજી દાંતના ડૉક્ટર છે તોય તારો નાનો ભાઈ વગર દાંતે જન્મ્યો….!’



No comments:

Post a Comment